________________
શ્રી સંભવનાથજી 102
ચરમ યથાપ્રવૃત્તકરણ - ગ્રંથિભેદ સુધી પહોંચવામાં કર્મલઘુતારૂપ કર્મના કારણની પ્રધાનતા છે.
અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યકત્વની પ્રાપ્તિથી તે ઠેઠ કેવળજ્ઞાનના પ્રગટીકરણ સુધી પુરુષાર્થ-ઉદ્યમની પ્રધાનતા હોય છે.
કેવળજ્ઞાનથી નિર્વાણ થતાં સુધીમાં પાછી ભવિતવ્યતા હોય છે. અંતે સિદ્ધત્વની પ્રાપ્તિમાં સ્વરૂપસ્થિતતા હોય છે.
આ બધું પરિણમન થવાના ભવનની ભવ્યતા છે તે સ્વભાવ છે. એ સ્વનું સ્વમાં ભવન છે તેથી સ્વભાવ કહેવાય છે.
ચરમ પુદ્ગલપરાવર્તકાળ પહેલાંના અચરમાવર્તકાળમાં જીવ ભવાભિનંદી હોય છે. ભવાભિનંદીપણામાં જીવ કોઈકવાર ધર્મ કરતો જણાતો હોય તો, તે પણ એ દેખાદેખી, ભૌતિક હેતુથી, લોકસંજ્ઞાએ, લૌકિક ધર્મ કરતો હોય છે, તેથી તેને લોકપંક્તિ કહેવામાં આવે છે, જે યોગાભાસ-યોગમાયા હોય છે. ચરમાવર્તકાળમાં આવેલા આત્મા નિયમો ભવિ એટલે કે ભવ્ય આત્મા હોય છે, જેનો મોડો-વહેલો મોક્ષ નિશ્ચિત હોય છે. . .
ભવાભિનંદીતા એ આત્મવિમુખતા છે. અપુનબંધક અવસ્થા એ આત્માભિમુખતા છે અને સમ્યક્તાવસ્થા એ આત્મસન્મુખતા છે. ત્યારપછીની દેશવિરતિથી લઈ વીતરાગાવસ્થા એ પરમાત્મસ્વરૂપ પ્રતિ ગમનતા છે.
આ વિષયમાં કાંઈક વિશેષ સ્પષ્ટતા માટે અત્રે પરિશિષ્ટમાં નિગોદથી નિર્વાણનો લેખ જોઈ જવા જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે.
પૂર્વગ્રહ આધારિત દર્શનથી જીવ વીતરાગતાથી દૂર જાય છે.