________________
81
હૃદય નયન નિહાળે જગધણી
5
આ દીપ પ્રાગટ્ય પૂર્વેની વાટ બનાવી ઘી પૂરીને કોડિયું તૈયાર
કરવાની પ્રક્રિયા છે.
સંભવદેવ તે ધૂર સેવો સવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવદેવ તે ધૂર સેવો સવે રે...૧
પાઠાંતરે ‘દેવ' તે ના સ્થાને ‘દેવત’; ‘ધૂર સેવો સવે રે' 'ના સ્થાને ‘ચિત્ત ધરી સેવીએ’; ‘લહી’ ના સ્થાને ‘લહે’ અને પ્રભુ ના સ્થાને ‘ઈજુ' છે.
શબ્દાર્થ : પ્રભુ ઃ પ્રભુ - વીતરાગ જિનેશ્વરની સેવાના ભેદ એટલે કે જુદા જુદા પ્રકારને તેમજ તે સેવાના ઊંડા રહસ્ય-મર્મને લહી - એટલે સમજી લઈને સહુ પ્રથમ-ધૂર - પહેલા તો સંભવનાથ જિનેશ્વર દેવને સર્વ ભેદે-સર્વ પ્રકારે સહુ કોઈએ સેવવા જોઈએ.
દેવસેવા-પ્રભુસેવાનું કાર્ય થઈ શકે તેના કારણરૂપ-મૂળરૂપ ભૂમિકાશુદ્ધિ, પ્રક્ષાલન-શુદ્ધિકરણરૂપ અભય, દ્વેષ અને અખેદ છે.
લક્ષ્યાર્થ-વિવેચન ઃ પ્રભુ પ્રાપ્તિના માર્ગની આરાધનાની દુષ્કરતાના દર્શન કરાવ્યા બાદ ‘કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે....'' પંક્તિના અનુસંધાનમાં, યોગીરાજજી આપણને ભવસ્થિતિ પરિપાકની ભૂમિકા તરફ દોરી રહ્યાં છે.
માર્ગને પામેલો, માર્ગનો જાણકાર, માર્ગદર્શક તો માર્ગશોધકને-માર્ગ ભૂલેલાને માર્ગ બતાડે. પછી એ બતાડેલા માર્ગે, મુકામે પહોંચવા માટે ચાલવાની ક્રિયા-આત્મવીર્યનું સ્ફુરણ તો વટેમાર્ગુ એવા પથિકે જ કરવું પડે.
જેવું આત્મદ્રવ્યનું સ્વરૂપ તેવો જ તેનો શુદ્ધ પર્યાય, તેનું નામ મોક્ષ અને આત્મદ્રવ્ય શુદ્ધ છતાં કર્મના યોગથી વર્તમાનમાં અશુદ્ધ પર્યાય, તેનું જ નામ સંસાર.