________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 292
ઃ
શબ્દાર્થ : જ્યારે અવસર-સમય આવશે ત્યારે જિનવર જ પ્રેરણા કરશે અને એ પ્રેરકના બળથી જ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી વીતરાગ થવાશે.
જે સર્વ કામિત-ઈચ્છાની પૂરણી-પૂર્તિ કરનારા સુરતરૂ એટલે કે દિવ્યવૃક્ષ-કલ્પવૃક્ષ-કલ્પતરૂ જેવા આનંદઘન અર્થાત્ પોતાના જેવા જ પરમાત્મા બનાવનારા આ શ્રી ચન્દ્રપ્રભસ્વામીના ચરણકમલ છે. એવા શ્રી ચન્દ્રપ્રભના મુખચન્દ્રના દર્શન હે સખી સુમતિ! મને ધરાઈ ધરાઈને કરી લેવા દે !!
લક્ષ્યાર્થ-વિવેચન : જે યોગથી વંચિત છે તે યોગરહિત તો કમનસીબ છે જ ! પરંતુ જે યોગસહિત હોવા છતાં ક્રિયાથી વંચિત-ક્રિયા રહિત છે તે તો કમનસીબોમાં પણ કમનસીબ, દુર્ભાગી છે. જે યોગસહિત અને ક્રિયાસહિત છે પણ વાંછિત-કામિત ફળથી વંચિત રહે છે તેનો કાળ પરિપક્વ થયો હોતો નથી. અર્થાત્ ભગવાને એમના કેવળજ્ઞાનમાં જોયા મુજબ તેની નિશ્ચિત ભવિતવ્યતા એટલે કે તથાભવ્યતા જ તેવા પ્રકારની છે. ભવિ જીવો જ પોતાના ભવ્યત્વનો પરિપાક થતાં મોક્ષપદ-પરમાત્મપદને પામે છે. બધાંય વિ જીવોનું ભવ્યત્વ સરખું હોવા છતાં બધાંય જીવોનું તથાભવ્યત્વ એક સરખું હોતું નથી.
પ્રભુની સેવા કરવાથી - ધ્યાન ધરવાથી ભીતરમાં રહેલ ઘાતીકર્મના પડળો તૂટે છે, સાધકની પાત્રતા વિકસે છે. શુદ્ધિ વધે છે એટલે ભીતરમાં જ અવસરે અવસરે અંતઃપ્રેરણા થતી રહે છે અને જાગૃતિ આવતી રહે છે ક્ષયોપશમ વધતો જાય છે. આ બધામાં પ્રભુની સેવા નિમિત્તકારણ બની માટે આપણા માટે પ્રભુ પ્રેરક અવસરરૂપ બન્યા અર્થાત્ આપણને જગાડનારા બન્યા એમ વ્યવહારમાં કહેવાય છે.
પૂર્ણજ્ઞાની, પૂર્ણજ્ઞાનીનો ઉપદેશ અને પૂર્ણજ્ઞાનીના અનુશાસન અનુસારે જીવતા આત્મજ્ઞાનીના વખાણ કરવા જેવા છે.