________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
ઉપયોગનું-ચેતનાનું જોડાણ થતાં આનંદઘનપ્રભુ ઝળહળી ઊઠશે. માટે એવા પ્રભુને તમે પાય લાગો-પગે પડો-પગે લાગો ! આ જ પ્રભુને પામવાનો ઉપાય છે.
પ્રભુદર્શન અને પ્રભુ પ્રાપ્તિ વિનાનો અનંતકાળ ગયો તેનો અફસોસ નહિ કરવો. જે બની ગયું તે બની ગયું. તે નિશ્ચિત ભવિતવ્યતા હતી માટે તેવું બનવા પામ્યું છે; એમ સમાધાન કરી, હવે જે અનંતકાળમાં નથી મળી તેવી દુર્લભ તક મળી છે, તેની મહત્તા સમજીને આત્મતત્ત્વને પામવા ઉત્કટ સાધના કરવી. નિર્મળભાવે બહારમાં કરણ-ઉપકરણથી અને અંદરમાં અંતઃકરણથી સમર્પિત થઈ પ્રભુની સેવા કરવી-ધ્યાન ધરવું. મનને નિરંતર સન્ના ચરણોમાં, સન્ની પ્રાપ્તિ અર્થે પરોવી દેવું. આ જ આ આઠમા . સ્તવનનું હાર્દ છે – અર્ક છે - નિચોડ છે.
આ છઠ્ઠા પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં કર્મસિદ્ધાંતોની સમજણ એક નાનકડા સ્તવનમાં સમાવી લેવાનો યોગ ચમત્કાર યોગીરાજજીએ દાખવ્યો. તેમ અહીં આ નાનકડા ૮ કડી અને ૧૬ પંક્તિના સ્તવનમાં જાણે કે
જીવવિચાર". સમાવી લેવાની કળા કરી છે. દર્શનની મહત્તા બાબતે આપણી રોજીંદી સ્તુતિ યાદ કરવા જેવી છે.
પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશ દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધના
સાયિક ગુણના સ્વામીને ચરણે ઔદયિકભાવની લટમી ઘરીએ તો તે દેવદ્રવ્ય બને છે, જે આપણામાં દેવત્વભાવની વૃદ્ધિ કરે છે અને તે જ વાસ્તવિક અર્થમાં દેવદ્રવ્યની વૃદ્ધિ છે.