________________
43
- હૃદય નયન નિહાળે જગધણી
હું પરાજીત અરિહંત પુરુષ કહેવડાવવાને લાયક નથી. આંતરશત્રુઓને જીતનારા કાળવિજેતા બને છે, જે ક્ષેત્રવિજેતા સમ્રાટોનો પણ સમ્રાટ બને છે.
આત્મા અને સંસાર બંને ક્ષેત્રે પુરુષાર્થો જુદા છે. સાંસારિક પુરુષાર્થને કરતો જીવ આંતરશત્રુઓથી જીતાય છે અને તેથી તેનો પુરુષાર્થ સાર્થક નથી. જીવ જે નિત્યતા, સ્થિરતા અને પૂર્ણતાને ઈચ્છે છે, તે તેને આવા પુરુષાર્થથી મળતા નથી. પરિણામે સુખી થવા ઈચ્છતો તે સુખીને બદલે દુઃખી થાય છે. આંતરશત્રુ ઉપર જીત મેળવનાર જન્મ-મરણની જંજાળમાંથી છૂટકારો મેળવે છે. એ સિવાયના કરાતા પુરુષાર્થથી તો કર્મની જંજીરોમાં જકડાવાપણું જ થાય છે.
હે પ્રભો ! હું તમારા માર્ગે ચાલવા તો જાઉં છું પણ અનાદિના મોહના સંસ્કારો મને માર્ગમાં આગળ વધવા દેતા નથી અને મને પરાજીત કરે છે. મારી પાસે ન કરવા જેવા ભાવો અને કામો કરાવે છે.” આમ કહી યોગીરાજશ્રી આનંદઘનજી, પરમાત્મા આગળ પોતાની લઘુતા, દીનતા, અનાથતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રભો! સંસાર, સ્વજન, ઘરબાર છોડી હું ત્યાગી તપસ્વી બન્યો છતાં કર્મોથી જીતાયેલો હું કર્મોને પરવશ પરાધીન જ છું. આપ તો આપના અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખને પ્રગટ કરી મુક્ત થયાં છો – સ્વાધીન થયાં છો. જ્યારે હું તો કર્મની બેડીથી જકડાયેલો સંસારના બંધનોમાં ફસાયેલો છું. હું તો કર્મને ભારે ભરિયો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો.
સુણો શાંતિનિણંદ સોભાગી.” આત્માના ગુણો આત્માથી ક્યારેય છુટા પડે નહિ પરંતુ જો આત્મા
નિષેધ બળવાન બને તો વિધિ પ્રબળ થાય.