________________
શ્રી અજિતનાથજી
44
આત્મસ્વભાવમાં ન રહે તો તે ગુણ વિકૃત થઈ વિભાવદશાને પામે છે. આત્મસ્વરૂપ આવૃત્ત થાય છે અને અનાત્મદશાને પામે છે. આત્મા અને અનાત્માનો સાંધો જોડાયો છે. આ બંને વચ્ચેની સંધી કે ગાંઠ શોધાયા પછી આત્મપરિણતિથી તેને છુટા પાડી શકાય છે.
પર્વતની બે શિલાઓની વચ્ચે નાનીશી, સૂક્ષ્મ ફાટ હોય છે. પથ્થરની જરૂરિયાતવાળો, આ ફાટને શોધી, છીણી વડે બે શિલાઓને જુદી પાડે અને છેદીને છૂટી કરે તો પથ્થર મળે. એ માટે ખુબ શ્રમ કરવો પડે જે પુરુષાર્થ માંગી લે છે. આત્માના જ્ઞાન દર્શનાદિરૂપ સ્વભાવ સાથે ક્રોધાદિ કષાયભાવો અને રાપદિ મોહભાવ ભળી જઈ એકમેક થયા છે તેને શોધવાના છે. આ આત્મભાવથી અનાત્મભાવને જુદા પાડવાથી મોક્ષમાર્ગ હાથ લાગે. બાકી બાહ્ય તપ, જપ, ત્યાગ, ક્રિયાકાંડ, આદિથી એકાદ ભવનું સુખ ને સદ્ગતિ મળે. આ ભેગાપણું છે ત્યાં જુદાપણું કરી બંધનમાંથી છૂટકારો કરવાનો છે.. - જ્ઞાનમાંથી રાગાદિ વિકારોને છૂટા પાડવાના છે. તે માટે જ્ઞાન અને રાગનું સ્વરૂપ વિચારીને પ્રજ્ઞા છીણીથી તે બંનેને જુદા પાડવાના છે.
ટૂંકમાં આ પ્રથમ કડીમાં યોગી કવિશ્રી વિનતિ કરી રહ્યા છે; “હે પ્રભો ! આપે જે પૂર્ણતાની પ્રાપ્તિ કરી છે, એવી પૂર્ણતાની પ્રાપ્તિની મને ભૂખ લાગી છે. એ ભૂખને ભાંગવાનો માર્ગ દુર્ગમ છે. પોતાના ગુણપર્યાયને જે અવિચલ રાખી શકે છે, તે જ આ અધ્યાત્મ માર્ગે ચાલી શકે છે. જેને પોતાના વર્તમાન ગુણપર્યાયની મલિનતાનું ભાન નથી અને જો કોઈકને વળી ભાન હોય તો પણ તેની પીડા નથી, એવી વ્યક્તિઓ દેહતાદાભ્ય બુદ્ધિથી વધુને વધુ મલિન થઈ રહી છે. એમ કરીને તેઓ પ્રાપ્ત માનવભવને વેડફી રહ્યાં છે. આવા લોકો અનંતગુણધામને અર્થાત્ -
જ્ઞાનનો સમ્યમ્ ઉધાડ એ જ ઘર્મ. પૂણ્યનો બંઘ એ ઘર્મ નથી પણ શુભક્રિયાનું ફળ છે.