________________
289
- હૃદય નયન નિહાળે જગધણી
પાત્ર બને છે. એ પ્રાપ્ત યોગ પ્રત્યેની બેવફાઈ-ઠગાઈ છે, તેથી તે યોગ વંચક છે. યોગ મળ્યા પછી મળેલા યોગને ફળદાયી બનાવવા માટે જે ક્રિયા-કરણી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી તો તે ક્રિયા વંચકતા છે. યોગ થયો, ક્રિયા કરી પરંતુ તે ક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી તો તે ફળવંચકતા છે. આવા વંચકને બેવફાને પ્રાયઃ ફરી પાછો આવો યોગ ઘણા દીર્ઘકાળ સુધી ઈચ્છવા છતાં અને પ્રયત્ન કરવા છતાંય પ્રાપ્ત થતો નથી.
યોગાવંચક થયા પછી ક્રિયાવંચક, ફલાવંચક થવાય તો જ જે પરિણામ આવવું જોઈએ તે અપેક્ષિત પરિણામ આવે. અન્યથા નહિ. માટે ફળનું લક્ષ પળભર ચૂકાવું નહિ જોઈએ, લક્ષિતના લક્ષણોને સાધનામાં અવતરિત કરવાની ક્રિયા અવિરત થવી જોઈએ અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લલિતની પ્રાપ્તિના યોગને વળગેલા રહેવું જોઈએ, જે માટે યોગથી વેગળા ન થઈ જવાય એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈશે.
બહુ પુણ્યશાળી હોય છે તેને યોગ સાંપડે છે. એ યોગાવંચક ભાગ્યશાળી હોય તો પુરુષાર્થી બની ક્રિયાવંચક થાય છે. યોગાનંચક થયેલો અને ક્રિયાવંચક બનેલો મોક્ષગામી આત્મા ભવિતવ્યતા તથા પ્રકારની હોય, કાળનો પરિપાક થયો હોય, તો ચરમશરીરી ફલાવંચકનો યોગ પામી યોગાતીત પરમાત્મા બને છે. રહિત, સહિત થયા પછી ફલિત ન થાય તો, રહિતનો રહિત જ રહે છે.
આત્મકલ્યાણ - મુક્તિ સિવાયની સાંસારિક-ભૌતિક કામનાવાંછના હોય છે, ત્યાં યોગ વંચકતા, ક્રિયા વંચતા, ફલ વંચકતા હોય છે; ત્યાં બધું કરવા છતાં અવંચકપણું નથી હોતું. -
પ્રેમ એ સંબંધ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે અથવા કહો કે આત્મામાંથી વહેતો આત્મસ છે.