________________
251
- હૃદય નયન નિહાળે જગધણી
* અશરણ એવાને શરણમાં લેનાર શરણદયાણ, નિઃસહાય એવાને સહાય કરનાર, અનાથ એવાને સનાથ બનાવનાર, કષાયોથી તપ્ત એવાને શીળી છાયા દેનાર, આશ્રયે આવનારના આશ્રવને અટકાવનાર, સંવરમાં સ્થાપનાર, સમતાના મીઠાં ફળ ચખાડનાર અને મુક્તાફળને આપનાર છો; તેથી જ આપના મસ્તક ઉપર અશોકવૃક્ષની ઘેઘુર શીતળ છાયા છે. માટે જ આપ “સકળ જંતુ વિસરામ” છો !
' ભયોને ટાળીને ભયમુક્ત નિર્ભય બનાવીને સુખ સંપદાના દેનારા હોવાથી બધાંય પ્રાણીઓને વિશ્રામરૂપ છો ! અસ્થિર, અનિત્ય, અપૂર્ણ, સક્રિય એવા સંસારી જીવને સ્થિરતા, નિત્યતા, પૂર્ણતા, અક્રિયતાનું પ્રદાન કરી જીવને શિવ; આત્માને મહાત્મા અને મહાત્માને પરમાત્મા બનાવનાર આપ સુપાર્શ્વનાથ “સકળ જંતુ વિસરામ” છો ! એટલે જ તો રત્નાકર પચ્ચીસીના ગુજરાતી અનુવાદક ભાવુક શ્યામજીભાઈ પ્રાર્થના કરે છે.
“પ્રભુ આપ અવિચલ નામી છો, ગુણરામી છો, વિસરામી છો; વળી અક્ષય સુખના સ્વામી છો, અમને અક્ષય સુખ આપોને. પ્રભુo”
પ્રભુ આપ નથી કોઈને ડારનારા- ભય પમાડનારા કે નથી કોઈથી ડરનારા- ભય પામનારા. બાધ્યબાધકતાનો જેમાં અભાવ છે, એવા આપ અવ્યાબાધ છો ! બાધા પામતા પણ નથી અને બાધા પહોંચાડતા પણ નથી. આપ સંપૂર્ણ અભય છો અને સર્વને અભયનું દાન દેનારા અહિંસાના - સંપૂર્ણ અહિંસાના મહાપ્રવર્તક છો !
આત્માની અવિચલતા, અકંપતા, અવિનાશીતા, અમરતાનું ભાન કરાવી અમ પામરને એ પરમના માર્ગે ગુપ્તિ સમિતિમાં રાખી ચલાવનારા અને પરમપદે પહોંચાડી અદેહી-અશરીરી, અયોગી, અકંપ બનાવી પરિપૂર્ણ
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ જગરણના અંશો છે અને સમ્યગ્યારિત્ર એ આયરણનો અંશ છે. જાગરણ આચરણમાં આવતાં અધ્યાત્મ બને છે. અધ્યાત્મની માંગ જ જાગરણપૂર્વકના આયરણની છે.