________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
276
દ્વૈતતા છે ત્યાં દ્વંદ્વતા છે. દ્વંદ્વતા છે ત્યાં દ્વંદ્વ એટલે કે સંઘર્ષયુદ્ધ છે. નિર્દેદ્વતા છે ત્યાં અદ્વૈતતા છે. અદ્વૈતમાં સંઘર્ષ નથી અને તેથી ત્યાં સંકલેશ નથી. સંઘર્ષ-સંકલેશ ન હોય ત્યાં સુખ જ હોય. એ દુ:ખરહિત નિર્ભેળ સુખ હોય તેથી તે આનંદ કહેવાય કે જ્યાં પ્રતિપક્ષ નથી. જ્યાં દ્વૈતતા છે ત્યાં દ્વંદ્રતા છે અને જ્યાં અદ્વૈતતા છે ત્યાં નિર્દેદ્રતા છે. તે માટે નમિ રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવા યોગ્ય છે.
સુહમ નિગોદે ન દેખીઓ, સખી બાદર અતિહિ વિસેસ; સખી૦ પુઢવી આઉ ન લેખિયો, સખી∞ તેઉ-વાઉ ન લેસ. સખી૦૨
પાઠાંતરે ‘સુહમ’ના સ્થાન ‘સુહુમ’, ‘વિસેસ’ના સ્થાને ‘વિશેસ’, ‘અતિહિ’ના સ્થાને ‘અતિહી’, લેખિયો’ના સ્થાને ‘લેષીઓ’, ‘ન લેસ’ના સ્થાને ‘ન દેશ’, ‘આઉ’ના સ્થાને ‘આન’ એવો પાઠફેર મળે છે.
શબ્દાર્થ : સુષમ-સુહુમ નિગોદે એટલે કે નરી આંખે દેખી ન શકાય તેવી અવ્યવહારરાશિના અવતારમાં, સૂક્ષ્મથી ઘણી વિશેષ એટલે કે વધુ વિકસિત બાદર નિગોદની વ્યવહારરાશિ જે આંખેથી જોઇ શકાય છે તેવા અવતારોમાં; એથી આગળ પુઢવી-પૃથ્વીકાય, આઉ-અપ્લાય, તેઉકાય-તેજસ્કાય-અગ્નિના એકેન્દ્રિય જીવના અને વાઉ એટલે કે વાયુકાયના એકેન્દ્રિયપણાના અવતારમાં; આ ચંદ્રપ્રભસ્વામીના મુખચંદ્રને મેં દેખીઓ એટલે જોયો પણ નથી અને લેખિયો એટલે જાણ્યો પણ નથી. લેશમાત્ર એટલે કે દેશથી કે અંશથી સ્હેજપણ જોયો કે જાણ્યો નથી.
લક્ષ્યાર્થ-વિવેચન : અનાદિ અનંતકાળથી જીવ કર્મના ધક્કે ચઢેલો છે. અજ્ઞાનના – મિથ્યાત્વના અંધકારમાં- કૃષ્ણપક્ષમાં અથડાઈ રહ્યો છે, ફૂંટાઈ રહ્યો છે. અવ્યવહારરાશિમાં આમ અનંતકાળ રહ્યો. હવે ત્યાંથી
પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણ આનંદ આવે. અપૂર્ણજ્ઞાનમાંથી અપૂર્ણ આનંદ આવે.