________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી કે 198
પાંચમા સુમતિજિન ભગવાનની સ્તવનામાં શરીરઘારી આત્માની ત્રણ અવસ્થા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માવસ્થાની વિચારણા કર્યા બાદ હવે આ છઠ્ઠા પદ્મપ્રભ જિન સ્તવનમાં એ અવસ્થાભેદના કારણની વિચારણા, અલગારી કવિશ્રી આનંદઘનજી કરી રહ્યાં છે. પ્રભુ પ્રત્યે જેને પ્રીતિ છે, ખેંચાણ છે અને તેથી જે પરમાત્માને ભજે છે, તે અંતરાત્મા છે. જેને પ્રભુ ખેંચાણ નથી અને તેથી જે પ્રભુને નિરંતર ભજતો નથી તે બહિરાત્મા છે. આ બહિરાત્મા અને અંતરાત્મા વચ્ચે જે અંતર પડ્યું છે તે તેમજ અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર કેમ દૂર થાય તેની વિચારણાને અત્રે કવિરાજે આ સ્તવનમાં વણી લીધી છે. પદ્મ સમાં પદ્મપ્રભ જિનની સ્તવનાના માધ્યમથી સમલમાંથી નિર્મલ-અમલ થવાની વાત ગૂંથી છે.
પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત? કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦૧
પાઠાંતરે “પઘને સ્થાને ‘પદમ'; “ભગવંતને સ્થાને “અરિહંત', રેના સ્થાને જોઈને રે” અને “મતિમંત’ને સ્થાને “મતિવત એવો પાઠ મળે છે. '
શબ્દાર્થ : હે પદ્મપ્રભ જિનેશ્વર દેવ! તમારી અને મારી (તુજ મુજ) વચ્ચે જે આ આંતરું એટલે કે ગાળો અર્થાત્ અવસ્થાભેદની જે દૂરી સર્જાઈ છે, તે કિમ એટલે કેમ કરીને ભાંજે-ભાંગે એટલે કે દૂર થાય?
. પ્રશ્નના સમાધાનમાં કોઈ મતિમંત એટલે શાણા, પ્રજ્ઞાવંત, જ્ઞાનીભગવંત આ આંતરાનું કારણ કર્મવિપાક એટલે કે કર્મફળ છે, એમ જણાવે છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ સહસ્ત્રદળ ખૂલી ગયા છે એટલે કે પૂર્ણપણે
સમજ્યા તે સંમાયા. સમજણ આવવાથી જણવાનું શમી ગયું. આત્મામાંથી નીકળેલું આત્મજ્ઞાન આત્મામાં સમાઈ જવું જોઈએ.