________________
99
F હૃદય નયન નિહાળે જગધણી
પ્રત્યે તેને અદ્વેષ હોય, અને ૩) તે સર્વત્ર ઔચિત્યનું પાલન કરતો હોય.
આવા ભવ્યાત્માઓને પૂ. હરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં બીજની ચંદ્રકલામાંથી પૂર્ણિમાના પૂર્ણચંદ્રની પૂર્ણકલાને પ્રાપ્ત કરવાને તત્પર થયેલાં શુક્લપાક્ષિક તરીકે ઓળખાવ્યાં છે. આવા અપુનબંધક ભવ્યાત્માઓને આદિધાર્મિક કહે છે.
चरमे पुद्गलावर्ते, यतो यः शुक्लपाक्षिकः ।
भिन्नग्रंथीश्चारित्री च, तस्यैवेत्तद् उदाहृतम्।। . . ચરમાવર્તમાં આવેલો હોવાથી, જે જીવ શુક્લ-પાક્ષિક હોય અર્થાત્ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક જે જીવનું ભવભ્રમણ બાકી ન હોય, એવો ગ્રંથિભેદ કરેલ ચારિત્રી હોય, તેને જ અધ્યાત્મની પ્રાપ્તિ શાસ્ત્રોએ કહી છે. અપૂર્વકરણના પરિણામ વડે રાગદ્વેષની નિબિડ ગ્રંથિને ભેદી નાખનાર જીવને ભિન્નગ્રંથિ કહેલ છે. એવો ગ્રંથિભેદ કરેલ જીવ જ સમ્યકત્વના પરિણામને પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વના પ્રભાવે જ જીવ પરંપરાએ સમ્યમ્ ચારિત્રને પ્રાપ્ત કરે છે. આવા ગ્રંથિભેદને પામેલા ચારિત્રી મહાપુરુષોને ભાવઅધ્યાત્મ-ભાવસાધુતા પ્રાપ્ત થાય છે.
રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. પ્રથમ તબક્કાના અપૂર્વકરણ પછી ગુણારોહણની પ્રથમ ભૂમિકામાં દર્શનમોહનીયનો ઉપશમ થાય છે અને ત્યાર પછીની ઉપલી ભૂમિકાના સામર્થ્યયોગ અંતર્ગત અપૂર્વકરણ પછી ચારિત્રમોહનીયનો ક્ષય કે ઉપશમ હોય છે.
અવસ્થા (પર્યાય)માં અવરિચત નહિ થવું પણ અવસ્થાવાન (દ્રવ્ય)માં પ્રતિષ્ઠિત થવું.