________________
271
- હૃદય નયન નિહાળે જગધણી
8
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન રાગ કેદારો તથા ગોડી .... “કુમારી રોવે, આઠંદ કરે, અને કોઈ મુકાવું.” એ દેશી
દેખણ દે રે, સખી! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી ઉપશમરસનો કંદ, સખી, ગત કલિ-મલ-દુઃખદંદ. સખી૦૧ સુહમ નિગોદે ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસેસ; સખી પુઢવી આઉ ન લેખિયો, સખી, તેલ-વાઉ ન લેસ. સખી૦૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી, દીઠો નહીં ય દીદાર સખી બિ-તિ-ચઉરિંદી જલ લીહા, સખી, ગતસક્તિ પણ ધાર. સખી૦૩ સુર તિરી નિરય નિવાસમાં, સખી, મનુજ અનારજ સાથ, સખી, અપજતા પ્રતિભાસમાં, સખી, ચતુર ન ચઢીઓ હાથ. સખી૦૪ ઇમ અનેક થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ, સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી૦૫ નિરમળ સાધુ ભગતિ લહી, સખી, યોગ-અવચંક હોય; સખી ક્રિયા-અવંચક તિમ સહી, સખી, ફળ-અવંચક જોય. - સખી૦૬
જ્ઞાની નાટક જુએ છે તેથી તેના સંસારનો અંત 'The End' આવે છે.