________________
શ્રી સંભવનાથજી
આ સેવા જો દ્વેષ-વૃણાપૂર્વક થશે તો તેમાં માત્ર કરવાપણું અને વેઠ ઉતારવાપણું જ હશે. એ પરાણે કરાતી પ્રવૃત્તિ હશે, જેમાં સંભવ જિનેશ્વર ભગવંત સાથે જોડાવાપણું અને પોતાનું જિન થવું સંભવ નહિ હોય. આવી પ્રભુસેવનામાં તો થાકવાપણું, કંટાળાપણું અને અનિયમિત થવાપણું જ રહે એમાં કોઈ નવાઈ નથી.
માટે જ કવિશ્રી કહે છે.... “સેવન કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.”
ત્રણ ગુણના પ્રતિપક્ષી દોષને જણાવવા સાથે ભાર દઈને કહે છે કે, (એ દોષોને, અબોધ એટલે કે અજ્ઞાનતાનું (લખાવ) લક્ષણ સમજ અથવા તો તે ત્રણે દોષોને અજ્ઞાન લખાવ (લેખાવ-સમજાવી-ગણાવ.). આવો અજ્ઞાની જે પહેલી ભૂમિકામાં જ નથી તે પ્રભુસેવાનો અધિકારી, નથી. કવિહૃદયી ભક્તયોગી જ્ઞાનવિમલસૂરિજી પણ કંઈક આવી જ વાત કરે છે..
• “જ્ઞાનવિમલ ગુણનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ થાવો મારા સાંઈ રે.
. આજ મારા પ્રભુજી સામું જુઓને.”
ભયજનિત ચલચિત્તથી પ્રભુસેવનામાં એકાગ્રતા આવતી નથી અને ભાવવાહી થવાતું નથી. દ્વેષજનિત ધૃણાથી પ્રભુસેવનામાં મન લાગતું નથી અને દિલ એકતાન થતું નથી. ખેદજનિત થકાવટથી પ્રભુસેવનામાં કંટાળો આવે છે અને ટેક સાચવી નિયમિત રહેવાતું નથી. રૂચિ-ગમો-લગાવ નથી, તેથી પ્રભુસેવાની લગન લાગતી નથી, ચિત્ત ચોંટતું નથી અને હૃદય ગદગદિત બની દ્રવણ-ગલન કરતું નથી.
લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા !