________________
શ્રી સુમતિનાથજી
184
જવુ છે, તે નિશ્ચિત દિશામાં એની ગતિને વાળે છે.
આવા જે અંતરાત્મા છે તે અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા, સર્વવિરતિધર સાધુ-સાધ્વી જે સંત, મુનિ, અણગાર, જીતેન્દ્રિય, નિગ્રંથ, આદિ તરીકે ઓળખાય છે. આત્માના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન એને ભાન થયુ હોવાથી સ્વરૂપસભાન હોય છે. સ્વરૂપદશાને પામવા માટે પ્રવૃત્તિશીલ હોય છે. એ શરીરને બંધનરૂપ અને દુઃખરૂપ માનતા હોય છે. તેથી હરપળ એ બંધનથી મુક્ત થવા ઈચ્છતા હોય છે કે જેવુ બંદીખાને બંદી બનેલા શેઠ ઇચ્છે.
જૂના જમાનાની આ વાત છે. વાત નાનકડી છે પણ બોધદાયી છે. નગરશેઠના દીકરાનું ખૂન થઈ ગયું. શેઠે રાજાને ફરિયાદ કરી. ખૂનીને પકડવામાં આવ્યો. સાંકળથી બાંધીને કેદખાને પૂરવામાં આવ્યો. હવે જોગાનુજોગ એવુ બન્યું કે શેઠ ખુદ રાજાના વાંકમાં આવ્યા અને ગુન્હાસર જેલમાં જવું પડ્યું અને પેલાં દીકરાના ખૂનીની સાથે જ, એ જે સાંકળે બંધાયેલ હતો એ સાંકળથી જ બંધાવું પડ્યું.
શેઠને ઘરેથી ઘરનું બનાવેલું ભોજન આવે છે. પેલો દીકરાનો ખૂની પણ શેઠને કહે છે કે મને આપના ભોજનમાંથી ખાવા આપો ! શેઠ ના પાડે છે. અને જ્યારે હાજત જવાનો પ્રસંગ આવે છે ત્યારે ખૂની સહકાર આપતો નથી. પછી શેઠને પરાણે-કચવાતા મને દીકરાના ખૂનીને ભેગો બેસાડી ભોજન કરાવવુ પડે છે. શેઠાણીને ગમતુ નથી અને પોતાનો કચવાટ શેઠને જણાવે છે. શેઠ શેઠાણીને લાચારી જણાવે છે.
શરીર એ શેઠ જેવા આત્માના દીકરારૂપી ગુણોનો ખૂની છે. એ ખૂની સાથે જ બંધાયેલ આત્માએ મન વગરનો માત્ર વ્યવહારથી તનસંબંધ રાખી તનથી છૂટી જવાનું છે. શરીરને સાધન બનાવી કામ કાઢી લઈ
શ્રદ્ધા વગરની બુદ્ધિ વેશ્યા છે અને બુદ્ધિ વગરની શ્રદ્ધા વંધ્યા છે. બુદ્ધિ એ યમાર કન્યા છે, શ્રદ્ધા એ રાજરાણી છે.