________________
શ્રી સુવિધિનાથજી
324
છે. પૂર્વાચાર્યોએ શું આયોજન કર્યું છે ?!! આફરિન પોકારી જવાય એવી પૂજનક્રિયા અને પૂજનવિધિ છે !!!
ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અગ્રપૂજા મળી અડવિધ ભાવે ભવિક શુભગતિ વરી રે. સુવિધિ૮૫
પાઠાંતરે “મળીને બદલે “મિલિને, અડવિધને બદલે “અદવિધ એવો પાઠફેર છે..
શબ્દાર્થ પઈવો એટલે પ્રદીપ-પ્રકાશ-દીપ. ગંધ એટલે સુગંધી પદાર્થ અત્તરાદિથી કરાતું વિલેપન અને કેશર-ચંદનપૂજા. નૈવેદ્ય એટલે સુંદર ભોજનથાળ અથવા પકવાન કે મીઠાઈ. અક્ષત એટલે છડેલા ચોખા-તંદુલ. અડવિધ એટલે વિધ વિધ આઠ પ્રકારની અષ્ટપ્રકારી.
જળભરેલા કળશ વડે પ્રભુજીની પ્રક્ષાલ પૂજા અર્થાત્ જલાભિષેક, ગંધ એટલે કસ્તુરી, બરાસ, કેશર, ચંદનાદિથી કરાતી બરાસ કેશરપૂજા, ફૂલ એટલે પુષ્પપૂજા એવી ત્રણ પ્રકારની અંગપૂજા અને પછી પ્રભુ સન્મુખ રહી કરવામાં આવતી ધૂપ, દીપ, અક્ષત, ફલ, નૈવેદ્ય પૂજા જે પાંચ પ્રકારની અગ્રપૂજા છે તે; એમ આઠ પ્રકારની એવી, અષ્ટપ્રકારી પૂજા ભાવપૂર્વક કરનાર ભાવિક, ભક્ત શુભ ગતિ એટલે કે સદ્ગતિને વરે (પામે) છે..
લક્ષ્યાર્થ-વિવેચનઃ ત્રીજી ગાથામાં પંચોપચાર પૂજાવિધિ બતાવ્યા બાદ હવે યોગીવર્ય કવિશ્રી આ પાંચમી ગાથામાં અષ્ટપ્રકારી પૂજાવિધિ વર્ણવી રહ્યા છે.
૧. જલપૂજા : પ્રથમ પ્રભુજીને જલથી ભરેલાં કળશો વડે
પોતે પોતાની યીજને ઓળખે તો પછી પારકી ચીજને છોડવાનું કે તેથી છૂટવાનું દુઃખ ન થાય.