________________
શ્રી સુવિધિનાથજી , 306
અંગ-વચન-મન-ભૂમિકા, પૂજોપગરણ સાર,
ન્યાયવ્ય, વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.” અત્યંતરમાં હૈયે સ્વ કલ્યાણ અને સર્વ કલ્યાણના ભાવ સહિત પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ અહોભાવ ધારણ કરીને થનગનતા હૈયે જવાનું છે. કોની પૂજા કરવા જાઉં છું ?!!
ત્રિલોકના નાથ, ત્રિભુવનપતિ, ત્રિભુવનનાયક, ધર્મનાયક, ધર્મચક્રવર્તી, સર્વ અંતરંગ દુશ્મનોને હણી, કષાયોને જીતી, ઈન્દ્રિયોનું દમન કરી, રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરી, વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી સર્વાનંદી બની, તીર્થને સ્થાપી, તીર્થકર બનેલા મોક્ષમાર્ગના સ્થાપક, મોક્ષના પ્રરૂપક, કંઈકોને મુક્તિ અપાવી સ્વયં મુક્ત થયેલા એવા અનંત ઉપકારી, અસીમ ઉપકારી, આસન ઉપકારી, તરણતારણહાર, દેવાધિદેવની પૂજા કરવા જાઉં છું!!! આવા આદરભાવ - પૂજ્યભાવ - અહોભાવથી ભાવિત થઈ, કોઈને ન મળે એવા દેવના – વીતરાગ સર્વજ્ઞ દેવના દર્શનવંદન-સ્પર્શન-પૂજનનો દુર્લભ લાભ લેવા જાઉં છું!!! આવા “ભક્તિભર નિબભરેણ હિયએણ’ ભક્તિથી ભરેલાં હૈયાથી ભક્તિભાવને નીતારતા નિીતારતા હૈયાની હોંશથી દેરાસરે-જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતને જુહારવા જવાનું છે. ભાવુક જૈનોને માટે તો જિનમંદિર એ સમવસરણનું પ્રતીકપ્રતિકૃતિ છે અને એમાં પ્રાણપ્રતિષ્ઠિત બિરાજમાન જિનબિંબ એ સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા છે. જિનમંદિર એક આધ્યાત્મિક અભિનય-પ્રધાન પ્રયોગશાળા છે, જેનો ઉદ્દેશ પોતાના આત્મમંદિરમાં રહેલા આત્મદેવનો સાક્ષાત્કાર કરાવવાનો છે. માનવ શરીર એક જિનાલયની સમાન છે; જેમ જિનાલય કેવળ યોગનું જ
આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે,
તે નૈશ્યયિક મોક્ષમાર્ગ છે.