________________
શ્રી સંભવનાથજી
108
. શ્રી સંભવનાથજી 108 કાર્ય નીપજે. અર્થાત ઉપજે કે થાય એમાં તો કોઇના કશાય વાદ કે વિવાદને અવકાશ નથી.
પરંતુ કારણના સેવન વિના જ કાર્ય સાધવાનો જે મત છે-મમત છે એ તો નિજ કહેતાં પોતાનો ઉનમાદ એટલે કે ઉન્માદ-ગાંડપણઘેલછા છે. એ સ્વછંદ છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ “કારણ સેવાય તો કાર્ય નીપજે” "There can not be effect without cause" આ એક સર્વમાન્ય, સર્વસ્વીકૃત વૈશ્વિક સિદ્ધાંત છે. આ સ્તવનની પહેલી ગાથાની બીજી કડીમાં પણ આ વાત વિચારી છે. '
જ્યાં સુધી મુક્તિ થાય નહિ અને કૃતકૃત્ય થઈ જતાં કરવાપણું છૂટી જાય નહિ ત્યાં સુધી કારણ-કાર્યની શૃંખલા રચાતી હોય છે. પૂર્વકાર્ય એ ઉત્તરકાર્યનું કારણ બનતું હોય છે અને વળી પાછું તે ઉત્તરકાર્ય ત્યાર પછીના પશ્ચાત્કાર્યનું કારણ બનતું હોય છે. કાર્યને અનુકૂળ અને અનુરૂપ કારણના સેવન સિવાય કોઈ પણ કાર્ય ઘટમાન થતું નથી. કારણનું પરિણામ ફળ અર્થાત્ કાર્ય છે અને કાર્યના મૂળમાં બીજરૂપે કારણ હોય જ છે.
જેમ વર વિનાની જાન ન હોય, બીજારોપણ સિવાય ફળ ન હોય, તેમ કારણ વિના કાર્ય ન હોય. પૂર્વે બાંધેલા કર્મો- સેવેલા કારણો જ, આંતરિક નિમિત્ત કારણ બનીને; તેને અનુરૂપ કાર્ય થવાને માટે ભવિતવ્યતા યા કુદરત કે વ્યવસ્થિતશક્તિ બહારમાં તેવા તેવા પ્રકારના સંયોગ બઝાડી આપે છે અર્થાત્ એવા જ સંયોગો આવી મળે છે. પણ પુરુષાર્થની વિશેષતા એ છે કે જીવ જેવા ભાવે નિમિત્તનું અવલંબન લે,
સુખ સ્વભાવ છે. સુખ વિના ચાલતું નથી. વાસ્તવિક સુખની ઓળખાણ નથી,
તેથી આભાસી સુખથી ચલાવવું પડે છે.