________________
19
હૃદય નયન નિહાળે જગધણી
5
કોઈ પતિ રંજણ અતિ ઘણો તપ કરે રે, પતિ રંજણ તનું તાપ, એ પતિરંજણ મેં નવિ ચિત્ત ધર્યો રે, રંજણ ધાતુ મિલાપ, ઋષભ,૪
મેવાડી ભાષા અનુસારે ‘રંજણ’ શબ્દપ્રયોગ છે જેનું પાઠાંતર ‘રંજન’ છે. ‘તનું તાપ’નું પાઠાંતર ‘તન તાપ છે' અને ‘ચિત્ત ધર્યો' એ મેવાડી ભાષા પ્રયોગ છે જેનું પાઠાંતર ‘ચિત્ત ધર્યું' છે.
શબ્દાર્થ : કેટલીક સ્ત્રીઓ પતિની પ્રસન્નતા માટે ખૂબ તપ તપે છે પણ પતિરંજન માટે કરાતો એવો તપ એ તનતાપ એટલે કે.કાયકષ્ટકાયકલેશ જ છે. એવું પતિરંજન કરવાનું મેં ચિત્તમાં ધાર્યું નથી. મારે મન તો ધાતુ મેળાપ-વસ્તુથી વસ્તુનો મેળાપ-મૂળનું મૂળથી મળવાપણું એ ખરું રંજન-ખરી પ્રસન્નતા છે.
00
લક્ષ્યાર્થ-વિવેચન : જે પતિ સાથે પ્રીત સગાઈ કરી છે, તેની સાથે સાદિ-અનંત, શાશ્વતકાલીન મેળ પાડવો છે. ભક્ત અને ભગવાનનું મિલન કરવું છે. ચેતનાએ ચેતનથી અભેદ થવું છે. એ મેળ કેમ પડે ? એ અભેદ કેમ સિદ્ધ થાય ? તો એ મેળ પાડવા કવિરાજ કહે છે કે પતિ રંજન કરવું.
પતિરંજન કરવા કોઈ અતિ, ઘણો તપ કરે છે એટલે કે અતિ આકરા તપ તપે છે. પતિને કાયમ માટે આકર્ષિત કરવા એટલે કે ખેંચાયેલો મોહિત રાખવા સ્ત્રી-પત્ની પોતાની કાયાને દેખાવડી ખૂબસુરત રાખવા મથે છે. એ માટે ખાવાપીવામાં ચરી પાળે છે. ડાયેટીંગ કરે છે. કાયાની સુંદરતા અને સપ્રમાણતા જાળવવા ગર્ભધારણ કરવાનું પણ ટાળે છે. નીત નવનવા સાજ શણગાર, વેશભૂષાથી જાતને સુશોભિત કરે છે. મેકઅપ કરે છે. પાઉડર, લાલી, લીપસ્ટીક, મહેંદી, આદિથી શરીરના
ગુણ-દોષથી અપાતી ધર્મ-અધર્મની સમજ સર્વ ગ્રાહ્ય અને સર્વ સ્વીકૃત બને છે.