________________
શ્રી અજિતનાથજી
40
કહીએ તો ચાલે કે જાણે પોતાપણાથી વિખૂટા પડી ગયેલાં પોતે, પોતાપણાને પામવાના મારગને ખોળી રહ્યાં છે.
અનુભવીઓ કહે છે કે સાધ્યની સિદ્ધિને માટે ઠેઠ ટોચથી સાયના સ્વરૂપને સમજતાં સમજતાં, જ્યાંથી સાધનાના શ્રીગણેશ માંડવાના છે, એ તળેટી સુધી નીચે ઉતરવાનું છે. પછી એ સમજણના દોરડાને પકડી પકડીને તેના આધારે, તળેટીથી ચઢાણ શરૂ કરીને શિખરે પહોંચીને સાધ્યથી અભેદ થઈ સાધનાતીત સિદ્ધ બનવાનું છે. આ છે ‘નિહાળું-વિલોકું” શબ્દનું હાર્દ. . - જેમનો પંથ-વાટડી હું નિહાળું છું-વિલોકું છું એ બીજા જિનેશ્વર દેવનું નામ “અજિત’–‘અજિતનાથ' છે. || યથા નામ તથા પુન: II જેવું આપનું નામ છે તેવા જ આપના ગુણ છે. કારણ કે આ ચૌદ રાજલોકરૂપ બ્રહ્માંડ અને તેની ચારે ગતિઓમાં મોહરાજાના જોરાવર સામ્રાજ્યની વ્યાપકતા છે. એ મોહરાજાની સામે જંગ માંડવો અને તે માટે પોતાની આત્મસત્તાનો પડકાર ફેંકવો એટલે સત્ એવા સત્યના આગ્રહ સ્વરૂપ સત્યાગ્રહની માંગણી મૂકવી, એ કાયર સામાન્ય ભીરૂ જીવોના તો ગજા (શક્તિ)ની બહારની વાત છે. તીર્થંકર-નામકર્મનો નિકાચિત બંધ પાડવો એ મહામહા પરાક્રમ, શૂરવીરતા છે. સાચા ક્ષત્રિયો કે જેમના મૂળમાં જ ક્ષાત્ર બીજ છે, તે જ તેવી ક્ષાત્રવટ પોતામાં પ્રગટાવી શકે છે. મૂળમાં જીવદલ જ તીર્થકરનું છે. દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિના કાળચક્રમાં, આ ભરતક્ષેત્રની કર્મભૂમિમાં એવા શૂરવીર, ભડવીર, ક્ષત્રિય મહાવીરોતીર્થકરો ફક્ત ચોવીશ જ પાકે છે. એમાં પછી પચીસમી સંખ્યાને કોઈ સ્થાન કે સમાવાપણું છે જ નહિ, એવો વિશ્વનો અકાઢ્ય નિયમ છે. કહેવાય છે કે એ દશ કોડાકોડી સાગરોપમના કાળચક્રમાં ભારત અને
જણાવું એ જ્ઞાનક્રિયા છે પણ જણાયા છતાં કશું ન થવું તે વીતરાગતા છે.