________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
206
વૈર્ય રાખી.સ્વદોષદર્શન કરવું જોઈએ. કોઈ આપણી ભૂલ બતાવે તો તુરત સમજવા માટે ઉત્સુક બનવું જોઈએ. ભૂલને સ્વીકારવા માટે નમ્ર બનવું જોઈએ અને ભૂલને સુધારવા માટે પ્રાજ્ઞ થવું જોઈએ. વળી ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન નહિ થાય તે માટે તત્પર બનવું જોઈએ.
કદાચ આપણી ભૂલ ન પણ હોય અને કોઈ આપણને સંભળાવે તો પણ વિચારવું કે આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે તેમણે કહ્યું છે. ભાવિની સંભવિત ભૂલોથી મને વાકેફ કરવા સહ સચેત કર્યો છે. આવી દૃષ્ટિથી બીજાનું વચન સમ્ય રીતે સ્વીકાર કરી શકાય છે. ડોક્ટર પણ કહે છે કે રોગના ઉપચાર કરતા રોગ નિવારણના ઉપાય વધુ ઈષ્ટ છે. (Prevention is better than cure) ઉપચાર કરવા કરતા નિવારણના ઉપાયની આ રીતથી આપણું રક્ષણ થાય છે. આને મતિજ્ઞાનનો સમ્યમ્ ઉપયોગ કહી શકાય. જેવી રીતે પોલીયાની રસી મૂકાવવાથી ભવિષ્યમાં પોલીયો થતો નથી, તેવી રીતે સામેની વ્યક્તિ ભાવિ ભૂલથી મારું રક્ષણ કરી રહી છે, એવો નમ્રતાનો ભાવ આવવાથી જીવનો વિવેક સિદ્ધ થાય છે. -
( ૪) જીવ સામાન્યથી એકાન્તદષ્ટિના આલંબને બીજાના વિચાર પ્રત્યે સહિષ્ણુ બની શકતો નથી. પરંતુ જ્યારે અનેકાન્તદષ્ટિનો ઉઘાડ થાય છે ત્યારે બીજાના વિચારો, જે નયથી સાચા છે, તે નયથી તેની તે અપેક્ષા લક્ષમાં રાખી; તેના વિચારોનું સમ્યગું મૂલ્યાંકન કરી શકાય છે. પરિણામે નાહકના વાદવિવાદ, સંઘર્ષ, ક્લેશથી બચી શકાય છે. | સર્વ નયના આશ્રયથી જીવને જ્ઞાન, ચારિત્ર અને સમવૃત્તિના લાભ મળે છે. જ્યારે “મારું તે જ સાચું' એવી મિથ્યા પક્કડના કદાગ્રહથી
વસ્તુનો યથાર્થ બોઘ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ઘર્મ છે.