________________
235 - હૃદય નયન નિહાળે જગાણી
આપણો હેતુ ફળીભૂત કરનારા સુપાર્શ્વજિન છે. તે પ્રભુ નિર્મળ પારસમણિ જેવા છે. ગુણનિધિ છે. માટે હે ભવ્યજીવો ! આપણા પોતામાં રહેલ અનંત સુખસંપત્તિને પ્રગટાવવા આપણે એમને અત્યંત ભક્તિભર્યા હૈયે, બે કર જોડીને, મસ્તક નમાવીને નિશ્ચય નિર્ણયપૂર્વકની ભાવભરી વંદના કરીએ !!!
એની પાસે જ સુખ છે અને એ જ સુખ આપનાર છે એની ખાત્રી શું? એની ખાત્રી એ છે કે એ સ્વયં શાંત-પ્રશાંત-ઉપશાંત છે. નવેય રસમાં શાંત રસ એ રસાધિરાજ છે. બધું કરીએ અને અંતે પરિણામમાં જો શાંતિ ન હોય તો કરવાપણાનું કોઈ ફળ જ નથી. સુખ હોય, સુખના સાધનો હોય પણ જો શાંતિ ન હોય તો તેને સુખ કે સુખના સાધનો કેમ કરીને કહેવાય? જ્ઞાની કહે છે કે શાંતિ છે ત્યાં અવશ્યમેવ સુખ છે. પણ સુખ છે ત્યાં શાંતિ હોય જ એવો કોઈ નિયમ નથી. માટે શાણા માણસે તો શાણપણ વાપરીને શાંતિ-સુખ જ માંગવા જેવું ને ઈચ્છવા જેવું છે અને નહિ કે સુખશાંતિ. શાંતિ છે ત્યાં સુખ છે જ !! સુખ છે ત્યાં શાંતિ હોય પણ ખરી અને ન પણ હોય? આમ શાંતરસ એ સુધારસ છે. અથવા તો શાંતતા એ સુધારસ છે. આવા શાંત સુધારસનો જે જલનિધિ છે તે જ સુખસાગર છે. જે પોતે સુખસાગર - સુખનો અખૂટ ભંડાર હોય એની પાસેથી સુખ માંગીએ તો તે મળે ! માટે એ સુખદાયી સુખકર સુપાર્શ્વજિનને સુખને માટે લાલાયિત બનેલી લલનાની લળી લળીને લાખ લાખ વંદના !!!
સાગરની પેલે પાર જવું હોય તો હાથપગ હલાવીને તરીને કાંઈ એવડો મોટો સાગર પાર ઉતરાય નહિ. એને માટે તો જહાજ-સ્ટીમર જોઈએ કે પછી પાર ઉતારનાર પુલ – સેતુ જોઈએ. આપણને ભવસાગરમાંથી
જગત વાવ સ્વરૂપ છે. જેવો અવાજ કરશો તેવો પડઘો પડશે. સંસાર એ બીજું કાંઈ નહિ પણ પૂર્વભવમાં કરેલા આપણા કંપનના (અવાજના) પડઘા છે.