________________
પ્રાસંગિક પ્રાપ્તવ્ય
જે કાંઈ જેવું પણ નિર્માણ થયું છે, તે સહજ જ અનાયાસે થઇ ગયું છે. નિર્માણના મૂળમાં કચ્છના વતની સ્વાનુભૂતિ સંપન્ન વસઇ નિવાસી શ્રીખીમજીબાપા છે કે જેમની આજીવન તપસ્યા આનંદઘનકૃતિને આત્મસાત્ કરવાની હતી. એમની અદમ્ય ઇચ્છાના પ્રભાવે જ ‘“પરમપદદાયી આનંદઘન પદરેહ'' ના અનુસંધાનમાં પ્રસ્તુત ગ્રંથ “હૃદયનયન નિહાળે જગધણી’'ના શીર્ષકથી આનંદઘનરચિત સ્તવન ચોવીશીનું વિવરણ પ્રકાશિત કરવાનું સાહસ થઇ ગયું છે.
આમ તો આનંદઘન સ્તવનચોવીશી ઉપર અન્ય નિમ્ન લિખિત વિવરણો ઉપલબ્ધ જ છે.
૧)|શ્રી આનંદઘન ચોવીશી
૨) શ્રી આનંદઘન ચોવીશી
૩)|શ્રી આનંદઘન ચોવીશી
૪) પ્રશાંત વાહિતા
५) श्री आनन्दघन चौबीसी
૬) શ્રી આનંદઘનજીકૃત ચોવીશી સાર્થ તેમજ શ્રીમદ્ દેવચંદજીકૃત વર્તમાન ચોવીશી
૭) અનુભવધારા ૮)|શ્રી આનંદઘન ચોવીશી ૯) મારગ સાચા કૌન બતાવે
પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ
શ્રીયુત્ મોતીચંદ ગીરધરલાલ કાપડિયા શ્રીમદ્ સત્સંગીશ્રી માણેકલાલ ઘેલાભાઇ
પૂ.આ.શ્રી વિજય
ભૂવનરત્નસૂરીશ્વરજી
યુગપ્રધાન
શ્રી સહજાનંદઘનજી મ. સિદ્ધાંતપાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલ
ડૉ. જશુબાઇ મહાસતીજી પૂ.આ.શ્રી કુંદકુંદવિજયજી પૂ.આ.શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિ
ઈ.સ.૧૯૫૭
ઈ.સ.૧૯૭૦
ઈ.સ.૧૯૩૮
ઈ.સ.૧૯૮૩
ઈ.સ.૧૯૮૯
ઈ.સ.૨૦૦૫ (બીજી આવૃત્તિ)
ઈ.સ.૨૦૦૬
આટલા ઉપલબ્ધ સાહિત્યની વચ્ચે પણ પ્રસ્તુત પ્રકાશન કર્યું છે કારણ તે ખાસ કરીને પાંચમા, દશમા, બારમા, ચૌદમા, પંદરમા, સોળમા, અઢારમા, એકવીશમા, બાવીશમા અને ત્રેવીશમા સ્તવનના વિશિષ્ટ વિવરણથી બધામાં અનોખી, અનુઠી ભાત ઉપસાવે છે. દ્રવ્યાનુયોગ, બાર ભાવના, અનેકાન્તવાદ