Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
વીતરાગ, . નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ તીર્થ સ્થાપના કરી, તીર્થંકર બનવાની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી હોવાથી સિદ્ધયોગી પણ છે. નિગ્રંથ હોવાથી પણ પ્રભુ યોગી છે. અન્ય ભવ્યાત્માઓને મોક્ષ સાથે જોડવામાં નિમિત્ત કારણભૂત હોવાથી પણ યોગી છે.
388
યોગી હોવા સાથે પ્રભુજી પાછા અરિહંતપદ-તીર્થંકરપદના ઐશ્વર્યથી યુક્ત છે અને જ્ઞાન-દર્શનાદિ નિજ ગુણને ભોગવનારા હોવાથી તેમજ શુદ્ધ ઉપયોગથી આત્મરમણતા કરનાર હોવાથી ભોગી પણ છે. કવિ પણ સ્તવના કરતાં વ્યંગાત્મક અહોભાવ વ્યક્ત કરે છે કે...
“ત્રિગડે રતન સિંહાસન બેસી, વ્હાલા મારા ચિહું દિશી ચામર ઢળાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે,’’
યોગી હોય તે ભોગી કેમ હોય? આ બંને ધર્મો પરસ્પર વિરોધી જણાતા હોવા છતાં તે પ્રભુમાં ઘટે છે. આ જ તો પ્રભુનો અઘાતીકર્મરૂપ દેહસંસાર હોવા છતાં સંસારભાવ રહિતતા, દેહાતીતતા, વિદેહીતા છે.
“દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.’”
આત્મનાક્ષી પુરુષની આ પંક્તિની પરાકાષ્ટા તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે રહેલા કેવળી ભગવંતોમાં ઘટે છે. પરંતુ તેની પૂર્વમાં યોગની છઠ્ઠી અને સાતમી દૃષ્ટિ ધરાવતા મહાત્માઓમાં તેમજ ઉપસર્ગકાળે કે ઉપસર્ગરહિતપણે ક્ષપકશ્રેણિ માંડતા આત્માઓમાં પણ સારી રીતે ઘટે છે; તે વાત ભૂલવા જેવી નથી. માટે સાચો જ્ઞાની અંશે પણ દેહાતીતદશામાં વર્તતો હોય તે જરૂરી છે.
હું જ જ્ઞેય, હું જ જ્ઞાન અને હું જ જ્ઞાતા આવું અભેદ પરિણમન સમકિત લાવશે.