Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 450
________________ 389 હૃદય નયન નિહાળે જગધણી વળી ચૌદમા ગુણસ્થાનકે અયોગી કેવળીપણામાં યોગવ્યાપારનો સર્વથા અભાવ હોવાથી અને સિદ્ધાવસ્થામાં દેહરહિત અદેહી થવાથી, યોગાભાવ હોવાથી પ્રભુ અયોગી છે. પ્રભુ યોગસહિત પણ છે અને યોગરહિત પણ છે તથા પ્રભુ તીર્થકર નામકર્મના ભોગસહિત પણ છે અને પરપદાર્થના કે પરભાવના ભોગ રહિત પણ છે. પ્રભુની આ વિલક્ષણતા છે જે અવક્તવ્ય છે. સમવસરણમાં બિરાજમાન દેશના આપતા હોવાથી પ્રભુજી વક્તા છે અને વક્તા હોવા છતાં આશ્રવ કરાવનાર પાપસ્થાનક સંબંધી સાવદ્ય વચન નહિ ઉચ્ચારતા નિરવદ્ય વીતરાગવાણી-સ્યાદ્ધવાદવાણીમાં વાહક હોવાથી તેમજ મનના મૌન એટલે નિર્વિકલ્પકતાપૂર્વકનું ઉચ્ચારણ હોવાથી તેઓ મૌની પણ છે. પુદ્ગલભાવ-પરભાવમાં ત્રણે યોગોની અપ્રવૃત્તિરૂપ જે શ્રેષ્ઠ મૌન કહેવાય-આર્યમૌન કહેવાય તે પ્રભુજીને છે. અમૃત ઝરણી મીઠી તુજ વાણી, છાલા મ્હારા જેમ અષાઢો ગાજે રે; કાન મારગ થઈ હિંયડે પેસી, સંદેહ મનના ભાંજે રે...” શ્રોતાને પણ નિઃશંકતા, નિર્વિકલ્પતા, વીતરાગતા તરફ લઈ જનારી અને નિઃશબ્દ બનાવનાર સિદ્ધાવસ્થાની અશબ્દ-સર્વથા મીનાવસ્થામાં લઈ જનારી એ વીતરાગવાણી-જિનવાણી છે. પ્રભુને સ્વયંને ઉપદેશ આપવાની કોઈ ઈચ્છા નથી. એ તો નિકાચિત કરેલ તીર્થકર નામકર્મની નિર્જરરૂપ વીતરાગભાવે નિર્વિકલ્પ રહી સહજ થતું સહજયોગનું સહજ ઉચ્ચારણ છે. તીર્થ પ્રવર્તનના સમયે ભાષાવર્ગણાના આલંબને દ્વાદશાંગીનું નિર્વિકલ્પકપણે શબ્દોચ્ચારણ થવારૂપ વક્તાપણું હતું પણ ભીતરમાં તો મૌન-નિર્વિચારતા-નિઃશબ્દતા જ હતી જરૂર પડે વસ્તુનો ઉપયોગ કરી લઈએ તે ડહાપણ છે પણ વસ્તુ વિષે અભિપ્રાય બાંઘીએ તે ગાંડપણ છે.

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456