Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
387
- હૃદય નયન નિહાળે જગધણી
જેવી પ્રભુની પ્રભુતા છે તેવી જ પાછી પ્રભુની નિગ્રંથતા હોય છે. બાહ્ય અભ્યતર કોઈ પણ પ્રકારની ગ્રંથિ ન હોવાથી પ્રભુની અપ્રતિબદ્ધતા બેજોડ હોય છે. શરીર ઉપર કાચા સૂતરનો એક તાંતણો પણ ન હોવા છતાં પ્રભુનું રૂપ તો ચક્રવર્તીને પણ ટક્કર મારે એવું દેદીપ્યમાન દિવ્ય હોય છે. ચારેય ઘાતી કર્મોના બંધનનો ક્ષય કરી રાગ-દ્વેષરહિત વીતરાગ નિર્વિકલ્પ હોવાથી પ્રભુ નિગ્રંથ છે.
“યં વિરુદ્ધ ભગવંરત્વે નાચરચ. વિતા ' નિયતા પરા ય ર લાવોવૈશ્વર્તિતા ”
વીતરાગસ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ આમ અનુપમ પ્રભુતા અને નિર્ગથતા હોવા છતાં પરમાત્માને તે પ્રભુતાની અહંતા નથી, જગપ્રસિદ્ધિની લેશ માત્ર ઈચ્છા નથી; તે જ પ્રભુની આતતા અને અર્ધમતા છે. પ્રભુની આ વિલક્ષણતારૂપ અવક્તવ્યતા છે.
ઈન્દ્રાદિ દેવો દ્વારા પ્રકૃષ્ટ માન-સન્માન મળતા હોવા છતાં, પ્રભુ અહંકારથી છલકાયા નહિ તે મહામહિમ પ્રભુની મહાનતા છે. માનને હણે છે તે જ મહાનતાને વરે છે.
આવી પ્રભુની આશ્ચર્યકારી અદ્ભુત શક્તિ-વ્યક્તિ, ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતાની ત્રિભંગી છે. “યોગી-ભોગી, વક્તા-મૌની, અનુપયોગી-ઉપયોગે રે....”
તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પ્રભુ યોગ સહિત હોવાથી સયોગી-સશરીરી-સાકાર છે. વળી ઘાતકર્મોનો સર્વથા ક્ષય કરીને
જ્ઞાન ગુણ છે તેથી ઈષ્ટ-અનિષ્ટના ભાવ થાય છે એવું નથી.
પણ જ્ઞાનની વિકૃતિ ઈષ્ટાનિષ્ટના ભાવ કરાવે છે.