Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 446
________________ 385 હૃદય નયન નિહાળે જગધણી 卐 ચારેય દિશામાં સવાસો યોજન સુધી મારી, મરકી, દુકાળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, યુદ્ધાદિના ઉપદ્રવો દૂર થઈ સમગ્ર પર્યાવરણ ધર્માનુકૂળ બને છે; એ પણ ઇશ્વરનું (પ્રભુનું) ઐશ્વર્ય છે. દેવતાઓ ચામર વીંઝે છે, દેવદુંદુભિના નાદ કરે છે, દેવીઓ અંતરિક્ષમાંથી પંચવર્ણના સુરભિસભર સુરપુષ્પની પુષ્પવૃષ્ટિ કરે છે, દેવેન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, શ્રેષ્ઠિઓ, દેવદેવી, નરનારી, સાધુ-સાધ્વી, કેવળજ્ઞાની ભગવંતો, જાતિવેર ભૂલી હારોહાર બેસનારા તિર્યંચોની ઉપસ્થિતિ અને દેશનાશ્રવણ, ઈત્યાદિ પણ પ્રભુની પ્રભુતાનો ઉદ્યોત કરે છે. “કોડીગમે ઉભા દરબારે વ્હાલા મ્હારા જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઇમ તૃણ તોલે .'' સમવસરણમાં પાંચેય ઇન્દ્રિયોના પરિતૃપ્ત કરનારા પાંચેય વિષયોની ઉપલબ્ધિ હોવા છતાં અવિકારીતા છે. ભૂખ, તરસ, હાજતની ગેરહાજરી છે. માત્ર ત્રણ શબ્દો-ત્રિપદીના ઉચ્ચારણથી દ્વાદશાંગીની રચના ગણધરો દ્વારા થાય છે તે ભગવાનના જ્ઞાનાતિશયનો પ્રભાવ છે. પ્રભુની પ્રભુતા છે. અન્ય સામાન્ય કેવલીઓમાં કેવળજ્ઞાન હોવા છતાં તેમાં તીર્થંકરનામકર્મનો ઉદય ભળેલો ન હોવાના કારણે તેમના જ્ઞાનમાં લોકાલોક પ્રકાશકતા હોવા છતાં ય એ અતિશય હોતો નથી કે જેથી તેમનાથી અપાયેલ ત્રિપદી દ્વારા અંતર્મુહુર્તમાં દ્વાદશાંગીની રચના થઇ શકે. આટઆટલી બાહ્ય-અત્યંતર પ્રભુતા છતાં ય પરમાત્મામાં કોઈપણ પરદ્રવ્યના, કોઈપણ પરિણમનમાં, કોઈપણ સ્વરૂપે હેતુતા એટલે કે કારણતા નથી; તેથી તેઓશ્રી પરદ્રવ્ય પરિણમનરૂપ પ્રભુતાથી અર્થાત્ તેના કર્તાભોક્તાપણાથી રહિત છે. જ્ઞાન, જ્ઞેયના જ્ઞાનથી મહાન નથી પણ જ્ઞાતાના જ્ઞાનથી મહાન છે.

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456