Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 447
________________ શ્રી શીતલનાથજી 386 આમ પરમાત્મા સ્વ-પરના જાણનારા અને જોનારા છે પણ પરને કરનારા કે ભોગવનારા નથી. પરમાત્મા સ્વ-પર પ્રકાશક છે. એમાંય પર ક્ષેત્રે પ્રકાશક છે અને સ્વ ક્ષેત્રે સ્વરૂપવેદક છે. અર્થાત્ પ્રભુ સ્વસત્તામાં રમનારા છે અને પર સત્તામાં ડખોદખલ કર્યા વિના વીતરાગભાવે માત્ર જોનારા અને જાણનારા છે. આમ પ્રભુની પ્રભુતા કચિત્ છે પણ, કચિત્ નથી પણ અને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિથી બાહ્ય દશ્યરૂપે દૃષ્ટ નથી તેથી સ્યાત્ અસ્તિનાસ્તિ છે. પ્રભુતાની વચ્ચે પણ પ્રભુ તો નિર્મમ, નિર્મોહી, નિરીહ, વીતરાગી છે, સહજ સ્વભાવી, નિર્વિકલ્પ, સહજયોગી છે. આ સમવસરણના પ્રતિકરૂપ જિનમંદિર અને પરમાત્માના પાર્થિવ દેહના પ્રતિકરૂપ જિનબિંબના નિર્માણરૂપ ધર્મતીર્થની સ્થાપના એ જિનેશ્વર ભગવંતની ગેરહાજરીમાં તેમના પુષ્ટ પરોક્ષ અવલંબનની ધર્મવ્યવસ્થા છે. જોનારાને ત્રણ ભુવનના ઠાકોર-રાજરાજેશ્વર બિરાજમાન થયેલ હોય તેમ લાગે અને અહોભાવ જાગે. આ અપેક્ષાએ ઈલેક્ટ્રીસીટીના વિકલ્પમાં ઘીના દીવા કરીએ, ત્યારે પણ, એટલી કાળજી તો રાખવી જોઈએ કે, તે વ્યવસ્થાથી જિનમંદિરની ભવ્યતા અને રમ્યતામાં વૃદ્ધિ કરવાની સાથે પૂરતો પ્રકાશ મળે. રાજરાજેશ્વર પરમાત્માનું મંદિર એ ત્રિભુવન ચક્રવર્તીનું મંદિર છે. સમવસરણની પ્રતિકૃતિરૂપ મંદિર છે. એ તો ઝગમગતું ઝળહળતું હોય એમાં જ ત્રિલોકનાનાથની ત્રિલોકવ્યાપી પ્રભુતાના દર્શન થાય અને મસ્તક નમી જાય. ત્રિભુવનના સ્વામી દેવાધિદેવનું દેવમંદિર અવાવરું-અંધારિયું દેરી જેવું મામુલી કદાપિ ન જ હોવું જોઇએ. એ તો જાજરમાન ભવ્યાત્માઓની આંખને આકર્ષે અને હૈયાને ઠારે એવું દેવવિમાન જેવું હોવું જોઈએ. પોતાના ઉપયોગને કર્મના ઉદય સાથે જોડવો કે જ્ઞાતાની સાથે જોડવો? જોડાણ ક્યાં કરવું એ નક્કી કરવામાં જીવ સ્વતંત્ર છે.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456