Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
384
પ્રભુનું કેવળજ્ઞાનકલ્યાણક કષાયને ટાળીને નિષ્કષાય બનાવનારું જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે.
પ્રભુનું નિર્વાણકલ્યાણક યોગી-રૂપીપણાને ટાળીને અયોગી-અરૂપી બનાવનારું જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે. - આમ પ્રભુના કલ્યાણકો, પાપાશ્રવને ટાળીને નિષ્પાપ બનાવનારા, જગતનું કલ્યાણ કરનારા હોવાથી જ તે કલ્યાણકો છે, કે જેની ઉજવણી અતિ ઓચ્છવ મહોચ્છવપૂર્વક અત્યંત ભાવભીના હૈયે કરનારાનું કલ્યાણ થાય છે.
તેથી જ એક જ્ઞાની ભક્તયોગીના હૃદયમાંથી સરી પડેલા હદયોદ્ગાર છે...
“જેના ચ્યવન કલ્યાણકે, આ સૃષ્ટિ નવપલ્લવિત બને,
જેના જન્મ કલ્યાણકે, સમ્યકત્વ નવપલ્લવિત બને; * જેના દીક્ષા કલ્યાણકે, વિરતિધર્મ નવપલ્લવિત બને; જેના કેવલજ્ઞાન કલ્યાણકે, ઉપયોગ નવપલ્લવિત બને; જેના નિર્વાણ કલ્યાણકે, આત્મ પ્રદેશ નવપલ્લવિત બને; જય પામતા જય પામતા, પ્રભુ પંચકલ્યાણકને હું નમું.”
પ્રભુની દશ્યરૂપ આ બાહ્ય પ્રભુતા અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક હોય છે. ચોત્રીસ અતિશયોથી પ્રભાવક મહિમાવંત છે. સમવસરણની ભવ્યતા, રમ્યતા, ઈન્દ્રિય સંતૃપ્તતાથી આશ્ચર્યકારી હોવાથી અહોભાવ જનક છે. બાર પર્ષદાથી દેદીપ્યમાન છે અને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણીમાં માલકોશરાગમાં દેવાતી યોજન ગામિની દેશનાથી ભવનિસ્તારક છે.
સ્વરૂપથી અય્યત એવું સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપથી Àત થઈ છઘસ્થજ્ઞાન થઈ ગયું છે.