Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
383
હૃદય નયન નિહાળે જગધણી
પ્રભુ જે જેવું થઈ રહ્યું છે તે તેવું જ લેશમાત્ર ફેરફાર વિના જાણે છે તે પ્રભુની વીતરાગતા છે. અને આ વીતરાગતા પ્રસન્નચંદ્ર રાજર્ષિની ઘટના, મહારાજા શ્રેણિકને જણાવવાના પ્રસંગમાં જોવા મળે છે. સંસારનું સ્વરૂપ જેવું છે તેવું જ પ્રભુએ જણાવ્યું છે તે પ્રભુની પ્રભુતાવીતરાગસત્તા છે. જેવું સંસારનું સ્વરૂપ પ્રભુએ જણાવ્યું છે, તેવું જ જોવા જાણવા અનુભવવા સંસારીઓને મળે છે, તેથી સંસારીઓને પ્રભુ આદરણીય, સન્માનનીય, વંદનીય, પૂજ્ય બને છે. જે જ્યારે જેવું થવાનું છે તે તેવું જ પરમાત્મા અગાઉથી જણાવે છે અને તે ત્યારે તેવું જ થઈને રહે છે, તે તેમની જ્ઞાતસત્તા છે. ત્રણે કાળના, સર્વ ક્ષેત્રના, સર્વદ્રવ્યોના, સર્વ ગુણ અને સર્વ પર્યાયોના પરમાત્મા જ્ઞાતા છે; તે એમની જ્ઞાતસત્તાની પ્રભુતા છે. પરમાત્માની આ અત્યંત પ્રભુતા છે જે કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપ અત્યંતર ઐશ્વર્ય-આંતરવૈભવ છે. આ આંતરવૈભવ દૃષ્ટિ અગોચર-અષ્ટ છે.
પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી પ્રગટ થતું, બાહ્ય ઐશ્વર્ય દૃશ્ય સ્વરૂપ હોવાથી પ્રભુની એ પ્રભુતા મોહક અને આકર્ષક બની રહી, અનેક ભવ્યાત્માઓને પ્રભુ સન્મુખ ખેંચી લાવી, પ્રભુના રાગી બનાવી, વીતરાગ માર્ગે લઈ જનારી, કલ્યાણકારી બને છે. .
| તીર્થંકર પરમાત્માનું ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણક, ભવ્ય જીવોના મિથ્યાત્વને ટાળીને સમ્યકત્વને પમાડનાર જગત કલ્યાણ કરનાર કલ્યાણક છે.
પ્રભુનું દીક્ષાકલ્યાણક અવિરતિને ટાળીને વિરતિને પમાડવારૂપ જગતકલ્યાણ કરનાર કલ્યાણક છે.
પોતે પોતાને પોતાવડે પોતાનામાં અનુભવે તે સ્વસમય છે.