Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
381
- હૃદય નયન નિહાળે જગધણી
થાય. એ શક્તિ હોવા છતાં વર્તમાન સમયે કાર્યાન્વિત નથી તેથી શક્તિ નથી એમ પણ કહેવાય, જે માટે કથંચિત્ શક્તિ નથી એવો વાક્યપ્રયોગ પણ થાય. વળી એ ગર્ભિત સત્તાગત શક્તિ પ્રગટ થતાં તે સ્વપ્રતિ સ્વક્ષેત્રે કાર્યાન્વિત હોવાથી અને પરક્ષેત્રે પરપ્રતિ પરભાવે પરિણમનમાં અકાર્યશીલ રહેવાથી; તેવી શક્તિને કથંચિત્ છે અને કથંચિત્ નથી અર્થાત્ શક્તિ છે પણ ખરી અને નથી પણ ખરી એવા સ્યાત્ અસ્તિનાસ્તિના વાક્યપ્રયોગથી પણ જણાવાય.
ઈન્દ્રની શંકાના નિવારણ અંગે ચરમ તીર્થકર, શાસનપતિ, ચોવીશમાં તીર્થકર, ભગવંત, મહાવીર-સ્વામીએ ચરણ-અંગુષ્ઠથી મેરૂને કંપાયમાન કરવાની અતુલ શક્તિ, જન્માભિષેક સમયે શિશુવયમાં જન્મતાં જ બતાવી હતી. છતાં એ જ શક્તિનો ઉપયોગ પરિષહ અને ઉપસર્ગ નિવારણ માટે નહિ કરતાં, એ પરિષહ અને ઉપસર્ગને વેઠવા તથા કર્મનિર્જરા માટે ફોરવીને અનંત-ચતુષ્કના સ્વામી બન્યા હતાં. આવનાર ઉપસર્ગોની સામે ઈન્દ્રની સંરક્ષણ આપવાની વિનંતીને પણ ઠુકરાવીને સ્વયંભૂ હોઈ સ્વયંસિદ્ધ બન્યા હતાં.
ઋણ ચૂકવી ઋણમુક્ત થવા વીસમા મુનિસુવ્રત સ્વામી પણ ઊગ્ર વિહાર કરીને, અશ્વને પ્રતિબોધ પમાડવા છેક ભરૂચ સુધી ગયા હતાં.
પ્રભુજી, આત્મામાંથી પરમાત્મા બનવા છતાં અને અન્ય પરમાત્માના રૂપથી સમકક્ષ સમરૂપ બનવા છતાં, સ્વયંના આત્માનું આગવું વૈયક્તિક અસ્તિત્વ Individuality અકબંધ રાખતા હોવાથી તે વ્યક્તિ છે. સૃષ્ટિ સમસ્ત પોતાના કેવળદર્શન-કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં તે સ્વયં પોતે તો પોતામય પોતાસ્વરૂપ વ્યક્તિ જ રહેલ છે. અસંખ્યાત પ્રદેશી એવા પોતાના આત્માના એક એક આત્મપ્રદેશે, જ્ઞાનાદિ અનંતગુણો
સ્વભાવ સંપૂર્ણ સ્વસત્તા છે. ભાવ કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે કિયા એ સંપૂર્ણ પરસત્તા છે.

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456