Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
379
- હૃદય નયન નિહાળે જગધણી
કૃતિ છે. તેથી જ પરમાત્મા અન્ય કોઈ આત્માને આજ્ઞા કે આદેશ આપતા નથી યા કોઈ ક્રિયા કરવાની પ્રેરણા કરતાં નથી. પરંતુ કેવળજ્ઞાનના પ્રાગટ્યથી તીર્થકર નામકર્મના ઉદયે કરીને, તે તીર્થકર નામકર્મને ખપાવવા દેશના આપે છે. જે જે જીવો, જે જે ભાવે દેશના ઝીલે છે, તે તે જીવો તથા પ્રકારે પોતાની આત્મશુદ્ધિ કરે છે. .. .
“ઈમ વિરોધ મતિ નાવે રે...” આમ કરુણોરૂપ કોમળતા, તીણતારૂપ કઠોરતાની સાથે-સાથે ઉદાસીનતા એ અરસપરસ વિરુદ્ધ જણાતા ગુણો, એક જ વ્યક્તિમાં, એક જ સમયે કાર્યાન્વિત થાય છે પણ તે ત્રણેય ગુણોનું એક જ કાર્ય આત્મશુદ્ધિ છે. પર પ્રતિ ત્રણે ગણોનું કાર્ય જુદું-જુદું છે અને જેના પ્રતિ ગુણકાર્ય થાય છે તે પાત્ર જુદા-જુદા છે. આ રીતે બુદ્ધિથી વિચારતા વસ્તુતત્ત્વ તર્કસંગત બને છે અને મતિમાં વિરોધી ગુણોની, વિરોધી ક્રિયાની વિસંગતિ નથી આવતી.
શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મીની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦૫ પાઠાંતરે ‘ઉપયોગે રે' ના સ્થાને “ઉપયોગી’ એટલો પાઠફેર છે.
શબ્દાર્થ : શક્તિ એટલે કે ક્ષમતા-સામર્થ્ય, વ્યક્તિ એટલે કે અભિવ્યક્તિ-આવિર્ભાવ અને ત્રિભુવન એટલે કે સ્વર્ગ-મર્ય-પાતાળ લોક અર્થાત્ અધોલોક-તીર્થાલોક-ઉર્ધ્વલોક ત્રણેય ભુવન ઉપરની પ્રભુતા એટલે કે સત્તા; તથા રાગ-દ્વેષ ન હોવારૂપ નિર્ચથતા એ ત્રણેનો એક સાથે એક સ્થાને સંયોગ કેમ સંભવે?
મન-વચન-કાયાના યોગને સાધનાર યોગી, ભોગી કેવી રીતે હોય? વક્તા-પ્રવચન આપનાર મૌની કેવી રીતે હોઈ શકે? ઉપયોગ વગરનો
અનંતગુણાત્મક રસહજ દ્રવ્યનું આલંબન એ દ્રવ્યદૃષ્ટિ છે અને પર્યાયનું શુદ્ધિકરણ એ વ્યવહાર છે.