Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
377
હૃદય નયન નિહાળે જગધણી
5
મેળવી આતમરામ બનવાનું પરાક્રમ ઊંચું છે અને તે અનંતદર્શનઅનંતજ્ઞાન–અનંતસુખ અને અનંતવીર્યરૂપ અનંતકાલીન અનંતચતુષ્કને મેળવી આપનાર છે. વળી એ પરાક્રમમાં એ કોઈને પરાજય પમાડનારા નથી બનતા પણ પોતે જીતીને જિનેશ્વર બની અનેક જીવોને જીવાડનારા તારણહાર બને છે. તેથી જ તો શક્રસ્તવમાં એમને ‘નિમાં નાવયા’ના વિશેષણથી ઈન્દ્રે નવાજ્યા છે.
:
“પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા...’’ પ્રભુજી નિર્વિકલ્પ છે એટલે સંકલ્પ-વિકલ્પ-વિચાર-વૃત્તિ રહિત છે. આથી જિજ્ઞાસુના મનમાં કોંયડો એ ઊભો થાય છે કે જ્યાં વિચાર નથી, વૃત્તિ નથી તો પછી પ્રવૃત્તિ કૃતિ કેમ કરીને, હોય? વિચાર-વિકલ્પનું હોવાપણું જ્ઞાનની અપૂર્ણતા અને જ્ઞાનાવરણીકર્મનું આવરણ હોવાનું સૂચવે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી પણ ફરમાવે છે કે...
‘પરમ જ્યોત પરગટ જિહાં રે, તિહાં વિકલ્પ નહીં કોય.’’
જ્યાં પરમ જ્યોત એટલે કે આત્મજ્યોત-જ્ઞાનજ્યોત પ્રગટેલી હોય છે ત્યાં કોઈ વિકલ્પ હોતા નથી. અર્થાત્ કેવળજ્ઞાન પ્રાગટ્યથી નિર્વિકલ્પદશા હોય છે. જ્યાં બધાનું બધું જ એકી સાથે. સમસમુચ્ચય, અક્રમિક પૂરેપૂરું અથથી ઈતિ સુધીનું જણાતું હોય ત્યાં પછી વિકલ્પ શેનો? એની દશા તો મહામહોપાધ્યાયજીએ સમાધિશતકમાં જણાવ્યા મુજબની હોય.
‘“ગ્રહણ અયોગ્ય ગ્રહે નહીં, ગ્રહ્યો ન છાંડે જેહ; જાણે સર્વ સ્વભાવને, સ્વ-પર પ્રકાશક તેહ.''
આ દુહો સ્વયં જ ઉદાસીનતાની વ્યાખ્યા છે. ગ્રહણ કરવાને જે અયોગ્ય છે એટલે જે હેય-ત્યાજ્ય છે; એવો જે પર ભાવ છે તેને
એક પરમાત્મા જ શરણ્ય છે અને પરમાત્મા આગળ હું કાંઈ નથી. આ ઉપાસનાનો અર્ક છે.