Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
380
અનુપયોગી ઉપયોગમાં કેમ હોઈ શકે કે ઉપયોગી કેવી રીતે હોઈ શકે?
લક્ષ્યાર્થ-વિવેચન : કોમળતા-કઠોરતારૂપ તીક્ષ્ણતા અને ઉદાસીનતાની ત્રિભંગીની વિચારણા બાદ સ્તવનની પાંચમી ગાથામાં કવિવર્ય યોગીરાજ બીજી પાંચ ત્રિભંગીની રજુઆત કરે છે.
પરમાત્મામાં રહેલા ચા–અસ્તિ-નાસ્તિ ભાવે, જે અનેક પરસ્પર વિરોધી ધર્મોનું સ્વરૂપ છે; તેને કિંચિ-વિશેષથી યથાર્થ અવિરુદ્ધ ભાવે, યોગીરાજજી હવે જણાવી રહ્યા છે.
પરમાત્મા અનંત ચતુષ્કથી યુક્ત હોવાથી અનંતશક્તિથી યુક્ત શક્તિમાન છે. પરંતુ તેઓશ્રી શક્તિ સહિત હોવા છતાં સ્વશક્તિને કોઈ પણ પર દ્રવ્યના ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં પ્રયોજતા નથી, તેમ પર પરિણમન ભાવમાં પણ સ્વશક્તિને પ્રયોજતા નથી; તે અપેક્ષાએ શક્તિ રહિત છે. આમ પરમાત્મા સ્વ ક્ષેત્રે સ્વ પ્રતિ શક્તિ સહિત છે, પણ પરક્ષેત્રે પરપ્રતિ શક્તિ પ્રયોજતા નથી તેથી શક્તિરહિત છે. તેથી પરમાત્મા સ્વભાવમાં શક્તિસહિત અને પરભાવમાં શક્તિરહિત છે.
શક્તિ એટલે સામાન્યધર્મ, અન્વયપણું, દ્રવ્યપણું. પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેકનો પોતપોતાનો દ્રવ્યધર્મ-વિશેષભાવ-સ્વભાવ રહેલો છે. એ સ્વભાવ જ દ્રવ્યની ઓળખ આપનાર હોય છે. આમ શક્તિ એટલે સામાન્ય-ઓઘશક્તિ અને સમુચ્ચય શક્તિ. માટીમાં જુદા જુદા વાસણરૂપે પરિણમવાની ઓઘશક્તિ રહેલી છે તો ઘાસમાં ઘીરૂપે પરિણમવાની સમુચ્ચય શક્તિ છે. ભવ્યાત્મામાં પરમાત્મારૂપે પરિણમવાની શક્તિ રહેલી છે.
આવી ભીતરમાં ધરબાયેલી ગર્ભિત અપ્રગટ શક્તિ રહેલી છે તેથી શક્તિ છે એમ પણ કહેવાય એટલે કથંચિત્ શક્તિ છે એવો વાક્યપ્રયોગ
બાહ્ય દશ્યમાં કે બાહ્ય ક્રિયામાં જીવની સ્વાધીનતા નથી. ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે.