Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 431
________________ શ્રી શીતલનાથજી 370 ભૂલી જવાથી દુ:ખી થાય છે અને પીડાય છે. એવા તથા ભૌતિક દુઃખથી પીડાતાં જીવોને દુઃખમાંથી છોડાવવાની, પીડામુક્ત કરવાની ઈચ્છા તે જ કરુણા. આ કરુણાથી પ્રેરિત ભગવંત વરસીદાન આપે છે અને ગણધર ભગવંતોને ત્રિપદી આપવાપૂર્વક ધર્મતીર્થની સ્થાપના કરે છે. સ્વયંના જીવનકાળમાં કેવળજ્ઞાન પ્રાગટ્યથી નિર્વાણ પામવા સુધીના કાળમાં સ્વયં જ્ઞાનદાન આપીને અનેક આત્માઓના પ્રત્યક્ષપણે તારણહાર બને છે તો તીર્થ પ્રવર્તના દ્વારા પરોક્ષપણે પણ અનેકાનેક આત્માના તારણહાર બને છે. આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાંથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્ર સૌનું, દાનના મહાકલ્પથી. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. શ્રીચંદ્ર આખોય સંસાર સંસારીઓના અરસપરસના લેણદેણ ઉપર જ ટકેલો છે. લેણદેણનો સંબંધ પૂરો થતાં જ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો ગમે તેવો ય ગાઢ, ઘનિષ્ટ સંયોગ-સંબંધ વિયોગમાં ફેરવાઇ જતાં વાર લાગતી નથી. અરિહન્ત વંદનાવલી કરુણા-કોમળતા એ તો આત્મગુણ-આત્મસ્વભાવ છે. તેથી તેના અંકુરા તો ફૂટવાના જ. કાર્યાન્વિત બનતી એ કરુણા વખતે માત્ર કાળજી એટલી જ રાખવાની છે, વિવેક એટલો જ કરવાનો છે, કે જેનું દુઃખ છેદવા જઈએ છીએ તે નાહકનો સંસાર તો વધારી નહિ દે ને ?! પ્રાથમિક ભૂમિકામાં તો દ્રવ્યદયા જ હોય; પણ આગળ ઉપર તે ભાવદયાના એટલે કે આત્મહિતમાં પરિણમનારી, આત્મહિતના લક્ષપૂર્વક થતી દ્રવ્યદયા હોય. અવસર આવે, કસાઇ પણ મરવા પડ્યો હોય તો પાણી પાઈ તેનો નિશ્ચયનયના લક્ષ્ય વિના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ દુષ્કર છે.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456