Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
369
,હૃદય નયન નિહાળે જગધણી
新
કર્મો સામેની આ લડતમાં પોતાને માટે કોઈ દુન્યવી લાભપ્રાપ્તિની ઈચ્છા કે કોઈ અન્ય જીવજંતુ માત્રને લેશ માત્ર હાનિ ન પહોંચે તેની પૂરેપરી કાળજી હોવાથી તેઓ ‘હાનાદાન રહિત પરિણામી' હતાં. એમને માટે તો ‘‘જિણાણં જાવયાણં’’-જીતવાની અને સર્વને જીતાડવાની, પરસત્તા એવા કર્મોની સામે સ્વસત્તા એવા આત્મધર્મને પામવાની ધર્મની લડત-ધર્મયુદ્ધ હતું; જે અસત્ એવા કર્મો સામે, સત્ એવા આત્મા દ્વારા મનોભૂમિ ઉપર લડાતું યુદ્ધ હતું. એમાં મનમાં રહેલા ઈચ્છા-મોહ ઉપર જીત મેળવી પ્રભુ મોહજીત, વીતરાગ બન્યા અને વિચારોની વણથંભી વણઝારથી મુક્ત થઈ નિર્વિકલ્પ બની સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા. આમાં સર્વહિતચિંતારૂપ કોમળતાની-શીતળતાની સાથે સર્વ કર્મહનનરૂપ ક્ષપકશ્રેણિરૂપ ધ્યાનાગ્નિની તીક્ષ્ણતા-દાહકતા પણ કાર્યશીલ છે.
પરદુઃખછેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ૦૩
પાઠાંતરે ‘એક ઠામે’ની જગાએ ‘એક ઠામી', ‘કેમ’ની જગાએ ‘કીમ’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ : પરદુઃખભંજનની ભાવનારૂપ કરુણા, બીજા દ્વારા પોતાના પર થતાં દુઃખ જોઈને થતો રાજીપો અને ઉભય વિલક્ષણતા એટલે કે વિરુદ્ધતાની, વિચિત્રતાની ઉપર પાછી ઉદાસીનતા; એ બધું એક ઠામે એટલે એક જ જગાએ, એક જ વ્યક્તિમાં એક સમયે, એક સાથે કઈ રીતે સીઝે એટલે કે સંભવે?
લક્ષ્યાર્થ-વિવેચન : ઃ અન્ય સંસારી જીવો રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનના કારણે પુદ્ગલના સંબંધથી કર્માધીન બની જવાથી અને પોતાના સ્વરૂપને
વ્યવહારનયના અવલંબને સંસાર દ્વિઘા ભાવે યાલે છે. દ્વિઘાભાવ ઘટતો જવો તે મોક્ષમાર્ગ. સંપૂર્ણ નાશ તે મોક્ષ.