Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 427
________________ શ્રી શીતલનાથજી 366 કર્મવિપાકોદયના સ્વીકારમાં કર્યો પરંતુ મોતના ભયથી પ્રેરાઈને દેહરક્ષા અંગે પ્રતિકારમાં તો આત્મવીર્ય ન જ ફોરવ્યું. બલ્કે નશ્વર દેહની રક્ષાના ભોગે આત્મરક્ષામાં વીર્યને પ્રયોજ્યું. પુણ્યોદયે, ઈન્દ્રાદિ દેવગણ સહાય માટે તત્પર હોવા છતાં તેમની સેવાને પણ ઠુકરાવી. જન્મતા જ પ્રકૃતિએ પ્રસન્ન થઈને અનંત લબ્ધિઓ-શક્તિઓ બક્ષિસરૂપે આપેલી હોવા છતાં પોતાના સ્વાર્થ કાજે તેનો ક્યારેય ઉપયોગ નહિ કર્યો. બલ્કે સાધના કાળમાં પરિણો અને ઉપસર્ગોની વચ્ચે પણ સાડા બાર વર્ષ સુધીના દીર્ઘકાળ દરમિયાન મૌન ધારણ કરીને મેરૂ સમ અડગ-અડોલ-અચલઅવિકલ-અચૂત રહ્યાં તો અભંગ-અખંડ-અક્ષય-અક્ષર-અજરામરઅવિનાશી પદને પામ્યા. . સામી ઉપદ્રવી વ્યક્તિના દોષોને નહિ ચિંતવતા પૂર્વે પોતે જ કરેલી ભૂલો-પોતાના જ દોષની ચિંતવના કરતા થકા, પોતાના જ દોષોના દંડ રૂપ ઉપસર્ગોને સ્વેચ્છાએ સ્વીકારી તન મન પ્રત્યે કઠોરતીક્ષ્ણ બન્યા, તો ક્રૂર કર્મોને છેદી ભેદી નષ્ટ કરી મુક્ત થઈ શક્યાપ્રકૃતિ પાસેથી, ઉછીના લીધેલા પુણ્યકર્મના દેવાને સહર્ષ ચૂકવી દઈને ઋણમુક્ત થયા. ઉપસર્ગ સમયે પ્રભુ જાત એટલે તન-મન પ્રત્યે કોમળ નહિ બનતા કઠોર બન્યા-તીક્ષ્ણ-ધારદાર બન્યા તો કર્મ વિદારી શક્યા. પરંતુ ઉપસર્ગ કરનાર ઉપદ્રવી વ્યક્તિઓને તો નિર્દોષ જોવાની કરુણારૂપ કોમળતા જ કેળવી અને દાખવી. પોતાની જાતને જ દોષિત ઠેરવી. એટલું જ નહિ પણ તે ઉપસર્ગકર્તાઓને કર્મનિર્જરા કરવામાં સહાયક ઉપકારી ગણ્યા. આગળ વધી કરુણા તો ત્યાં સુધીની કરી કે પોતાને ડંખ મારીને ડસનારા ચંડકૌશિક નાગને ઉપદેશ આપી ઉન્માર્ગથી વાળી સન્માર્ગે ચઢાવ્યો. નરક કર્મબંધ અનાદિનો છે માટે કર્યોદય અનાદિથી છે.

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456