Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
364
વિલક્ષણતા છે; તેને તું વીક્ષણ એટલે જાણ! એ જાણીને તું એનાથી છૂટ! ન લેવાનું રહે અને ન આપવાનું રહે; ન માંગવાનું રહે કે ન ત્યાગવાનું રહે એવી અક્રિય, સ્થિર, નિત્ય, પૂર્ણ સ્વભાવદશાને પામ!!!
આટલી આધ્યાત્મિક વિચારણા કર્યા બાદ ગાથા ૧-૨ને ભગવાનના સ્વયંના જીવન કવનથી વિચારીએ કે જે વીરપ્રભુની જીવનકથાથી આપણે સહુ પરિચિત છીએ.
ચંદનાદિના વિલેપનની પૂજાનો દુહો છે.... “શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ.”
આત્માના અનંત ગુણો જે મોહનીયકર્મના ઉદયના કારણે દોષરૂપ બન્યા છે, તેથી આત્મામાં તાપ-સંતાપને પેદા કરી સંતપ્ત કરે છે અને આત્મપ્રદેશો ઉકળતા ચરુની જેમ ખદબદી રહ્યાં છે. એ માટે જ અરિહંત ભગવંતની, વિલેપનથી અંગપૂજા કરવા દ્વારા, દોષ ટાળીને ગુણ પ્રગટ કરી, સ્વયંના આત્માને સમતાગુણથી શીતળ કરવાનો છે.'
- ચંદનાદિથી પ્રભુજીની વિલેપનપૂજા કરતાં કરતાં સ્વયંનો આત્મા શીતળતાને પામે કે પછી શીતળ થઈ રહ્યો છે; એવી ભાવનાથી ભાવિત થવાનું છે... .
મોક્ષને પામવા માટે કરુણારૂપ કોમલતા અને કઠોરતારૂપ તીક્ષ્ણતા ઉભય ગુણો ઉપયોગી છે. ક્રોધરૂપી દાવાનળને ઠારવા-શાંત પાડવા કરૂણારૂપી કોમળતા એટલે કે ક્ષમા જોઈએ. તો સાથે સાથે ક્ષમાશીલ થવા માટે સહનશીલ બનવું જોઇશે અને આત્મામાં રહેલા દોષોને - કર્મોને વિદારવા-ચીરવા કઠોર-તીક્ષ્ણ બનવું જોઇશે.
જેને નિત્યંતપમાં દઢતા નથી તેનો અવસરોયિત કરાતો નૈમિત્તિક તપ પ્રશસ્ત રહેતો નથી.