Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 424
________________ 363 - હૃદય નયન નિહાળે જગધણી હોય. શુભ-અશુભ, પુણ્ય-પાપ, સાનુકૂળતા-પ્રતિકૂળતા, શાતા-અશાતા, લાભ-હાનિ, જય-પરાજય, માન-અપમાન, સુખ-દુઃખથી પર થઈ એનો જ્ઞાતા-દૃષ્ટા બની જઈ ઉદાસીન એટલે કે નિર્લેપ રહે છે. એટલે એ જીવ નવા કર્મો બાંધતો નથી અર્થાત્ કર્મથી ખરડાતો નથી, જે એની ઉદાસીનતાબેફિકરાઈ- મસ્તી છે. જ્યારે જૂના કર્મો જ એનો પરચો-અસર બતાડે છે તે સમતાપૂર્વક સહનશીલ બની રહી સમભાવે વેઠી લે છે એટલે કે એમાં એ માત્ર દૃષ્ટા-પ્રેક્ષક બની રહે છે. તેથી ભવનાટક આગળ ચાલતું નથી અને નવા ખેલ નહિ ખેલાતા એનો અંત આવે છે. આજ દિવસ સુધીમાં અનાદિથી બીજાનું લઈ લઈને દેવા ઊભા કર્યા છે, દેણ ઊભાં કર્યાં છે. હવે નવું કાંઈ લેવું નથી અને જે જૂના લેણદેણના હિસાબ છે તે હવે ચૂકતે કરી દઈ ઋણમુક્ત થઈ જવું છે. કઠોર બનીને દેણું ચૂકવી દેવું છે અને દયાળુ બની લેણું ભૂલી જવું છેમાફ કરી દેવું છે. જૂના ઋણ ચૂકવતા જઈને નવા ઋણ ઊભાં નહિ કરતાં થકા ઋણમુક્તિની ભાવનાથી લાભ-હાનિ, ઈષ્ટ-અનિષ્ટ, સુખદુઃખ, શાતા-અશાતા, યશ-અપયશમાં સમપરિણામી બની રહી એને કર્મના નાચ લેખી સમભાવી બની રહેવું તે જ “હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે...” એ પંક્તિનો ભાવાર્થ છે. અત્રે ત્યાગ અને ગ્રહણથી પર થઈને રહેવાની વાત છે. જે પર છે તે તો પર જ રહેવાનું છે. જે પર પુદ્ગલો તારી માલિકીના હતા નહિ, તે પરને તે ગ્રહણ કર્યા. એ ગ્રહણ કર્યા ત્યારે પણ અને ગ્રહિત થયાં પછી પણ તે પર જ રહ્યાં. એ પર મટી ક્યારેય સ્વ થયા નથી. જે પોતાની માલિકીનું હતું જ નહિ તેને તેં રહ્યું કેમ કહેવાય અને ત્યાખ્યું એમ પણ કેમ કહેવાય? When you are not owner, how can you be doner? 241 still cabadi (અ) શેઠ કિંમત કોની કરશે? ચિંધ્યા પ્રમાણે કરાતા કાર્યની કે પછી શેઠની વફાદારીની? (બ) ભગવાન કિંમત કોની કરશે? કરાતી ક્રિયાની કે પછી ભગવાન પ્રતિના ભગવત્ ભવની?

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456