Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
361
ના હૃદય નયન નિહાળે જગધણી
આ ત્રિભંગી છે, જે મન-વચન-કાય એ ત્રિયોગથી સધાતું ત્રિકરણ છે.
આ માટે જ વિશ્વશાંતિનું હૃદયગાન છે. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત-નિરતા ભવતુ ભૂતગણા, | દોષાઃ પ્રયાસ્તુ નાશ, સર્વત્ર સુખી ભવન્તુ લોકાઃ”
આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી ત્રસ્ત બનેલો ત્રાહિમામ્ પોકારતા જીવોના દુઃખ તીર્થકર ભગવંતથી, જોયાં જતાં નથી. હૃદય કંપી ઊઠે છે. એ હૃદયના કંપનને અનુસરીને અનુકંપાથી પ્રેરાઈને ભગવંત વર્ષીદાનથી વિરામ નહિ પામતા, સઘળાં જીવો સર્વત્ર, સર્વદા, સર્વથા સુખને પામે, તે માટે થઈને દ્રવ્યદયા અને પરહિતથી આગળ વધીને સર્વ જીવોના સઘળા દુઃખોના મૂળ કારણરૂપે રહેલા દોષો સર્વથા નાશ પામે, તે માટે ભાવદયાથી પ્રેરિત થઈ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દોષ દૂર થતાં પાપ દૂર થશે અને પાપ દૂર થતાં દુઃખ દૂર થશે. જેમ જેમ દોષ ટળશે તેમ તેમ ગુણ પ્રગટશે. ગુણ પ્રગટશે તેમ ગુણકાર્ય થશે. અને ગુણનું સુખ મળશે. પરાકાષ્ટાના સ્વરૂપગુણ પ્રગટ થતાં પરાકાષ્ટાનું પરમસુખ-સ્વરૂપસુખ-સંપૂર્ણસુખ પ્રાપ્ત થશે.
“જે નાથ છે ત્રણ ભુવનના, કરુણા જગે જેની વહે;
જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે; આપે વચન “શ્રી ચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે; એવા પ્રભુ અરિહંતને, પંચાંગભાવે હું નમું.”
- “શ્રીચંદ્ર' અરિહંતવંદનાવલી ત્રિભંગીના પ્રથમ ભાંગા કરુણા-કોમળતાની વાત કર્યા પછી
ઉપયોગ જે શુદ્રવ્ય તરફ ઢળી તેમાં ભળે તો તે મોક્ષમાર્ગ અને સંપૂર્ણ ભળી જાય તો તે મોક્ષ.