Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
365
હૃદય નયન નિહાળે જગધણી
5
આત્મગુણોને હાનિ પહોંચાડનારા, ક્રૂર કર્મોનો ચૂરેચૂરો કરીને તેનો સર્વથા નાશ કરવા ક્રૂર-કઠોર થવું જરૂરી છે. તેથી જ સર્વ તીર્થંકર ભગવંતો ક્ષાત્રવટની પ્રાપ્તિ અર્થે નિયમા ક્ષત્રિયકૂળમાં જન્મ ધારણ કરે છે.
દાંત કઠોર બનીને આહારને રસરૂપ બનાવે છે, ત્યારે જ તો કોમળ એવી જીભ રસાસ્વાદ માણી શકતી હોય છે. આમ કોમળતા અને કઠોરતા પરસ્પર વિરોધી સ્વભાવ હોવા છતાં સ્વકાર્યમાં અરસપરસ પૂરક બની રહેતાં હોય છે.
ક્રોધને શાંત પાડવા આગ નહિ બનતા શીતળ પાણી બનવું પડે. જેવાની સાથે તેવા થઇએ' એ વ્યવહારોક્તિ વાપરવા જઈએ તો તો આગ ઠરવાને બદલે ઓર જોરથી ભભૂકે. ‘સામો આગ થાય તો આપણે પાણી થઇએ’ એ આધ્યાત્મિક અભિગમથી, સમય વર્તે સાવધાન થઈ રહેવાનું શાણપણ એ જ તીક્ષ્ણ બુદ્ધિ છે.
સંગમદેવ, ચંડકૌશિક, શૂલપાણી યક્ષ, ગોવાળિયા, ગોશાળા આદિના આમરણાંત, અતિકઠિન, ઘોર, ઉપસર્ગોના પ્રસંગોમાં વીરપ્રભુએ પોતાના મનને કઠોર બનાવવાનું ક્ષાત્રવટ દાખવ્યું અને પ્રતિકાર નહિ કરતાં, સમતાભાવે સ્વીકાર કર્યો તો નવિન કર્મબંધ ન થયો અને જૂના બાંધેલા કર્મોને ચકનાચૂર કરીને કર્મનિર્જરા કરી કર્મમુક્ત બન્યા.
કર્મના વિપાકોદયકાળે કર્મોનો પ્રતિકાર કરવામાં નહિ, પણ કર્મોને સ્વેચ્છાએ શાંતભાવે સમતાપૂર્વક સ્વીકાર કરવામાં અને તન-મનને કઠોર બનાવવામાં વીર્યશક્તિને ધારદાર, સતેજ, તીક્ષ્ણ કરવાની ક્ષાત્રવટ પ્રભુએ દાખવી તો ક્રૂર કર્મોના ચૂરા કરી શક્યા. ચરણઅંગુઠડે મેરૂને પણ કંપાવી શકે એવા અનંતબળી, મહાવીર હોવા છતાંય સ્વ આત્મવીર્યનો ઉપયોગ
(અ) પરમ પારિણામિક ભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે તેને અધ્યાત્મશૈલિમાં નિશ્ચય કહે છે. (બ) જેનું આલંબન લેવાનું છે તે નિશ્ચય છે; તેનાથી જે પ્રગટે છે તે વ્યવહાર છે.