Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
371
હૃદય નયન નિહાળે જગધણી
જીવ બચાવાય. પરંતુ પછીથી તેને સાચી સમજણ આપી પાપથી છોડાવવાના પૂરતા શક્ય પ્રયત્નો કરી ભાવદયા કરવી જોઈએ. કરુણાભાવે આપણે પૂરી પાડેલ સામગ્રીથી સામો જીવ વિશેષ પાપ તો નથી વધારતો ને? એટલો વિવેક રાખવો જરૂરી છે.
“रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना। भीमकांतगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया ।।"
- શ્રી વીતરાગસ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી હે નાથ ! રાગદ્વેષાદિ દોષોને વિષે કઠોરતાવાળા અને પ્રાણીમાત્રને વિષે કરુણાવાળા એવા આપે ભીમ અને કાન્ત ગુણ વડે મોક્ષનું મહાન સામ્રાજ્ય મેળવ્યું છે.
મહાપુરુષો, તીર્થકર ભગવંત જેવા ઉત્તમપુરુષી...
“વઝીર તોરાળ મૃકુનિ યુસુમ”િ હોય છે. આઠ કર્મો સાથે સંગ્રામ ખેલવા મહાપુરુષો વજથી પણ અધિક કઠોર હોય છે અને બીજા પર દુઃખ આવી પડે તો તેઓ પુષ્પથી પણ વધુ કોમળ હોય છે. બીજાના દુઃખે દિલ દ્રવી ઉઠે અને શક્તિ અનુસાર બીજાના દુઃખ દૂર કરવા પ્રયાસ કરે એ જ દિલ કહેવાય. બાકી બીજાનું દુઃખ જોઈને એને દિલાસો આપવા જેટલીય માનવતા ન દાખવે તે દિલને દિલ નહિ પણ જંગલમાં સાપને રહેવાનું જે સ્થાન હોય છે તેવું બીલ કહેવાય. ભક્તકવિ નરસિંહ મહેતા પણ કહે છે...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...” “તીક્ષણ પર દુઃખ રીઝે રે..” પોતાના આત્માથી ભિન્ન એવા
| (અ) વ્યાર્થિકનયથી પર્યાયમાં ધૃવની સ્થાપના એ નૈશ્ચયિક સાઘના છે. (બ) પર્યાયાર્થિકનયથી પર્યાયમાં અઘુવ (વિનાશી)ની સ્થાપના એ અજ્ઞાનજન્ય વ્યવહાર સાધના છે.