Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
374
ઉદાસીનતાને ઉપેક્ષા કે માધ્યસ્થભાવના અર્થમાં ઘટાવીએ તો, અભવિ એવા સંગમદેવ પ્રતિનો એમનો ભાવ અને નિન્યવ એવા જમાલિ પ્રતિનો એમનો ભાવ ઉદાસીનભાવ હતો.
સાધનાકાળમાં પ્રભુને અનુકૂળતાનું ખેંચાણ- આકર્ષણ અને પ્રતિકૂળતાથી ભયભીતતા ન હતાં; તે પણ તેઓશ્રીનો ઓદાસીન્યભાવ હતો. ઉદાસીનતા હતી.
આવી કરુણા, તીક્ષ્ણતા, ઉદાસીનતા “એક ઠામે કેમ સીઝે રે....” પંક્તિથી કવિવર્ય યોગીરાજ ભંગ કરે છે કે કોમળતા-કઠોરતાઉદાસીનતા એક સાથે, એક સમયે, એક ઠેકાણે, એક જ વ્યક્તિમાં ત્યારે જ જોવા મળે જ્યારે એ વ્યક્તિ પરમાનંદી બની પરમાત્મા થઈ હોય! આવું વિલક્ષણ ત્રિભંગાત્મક એકત્વસ્વરૂપ પરમાત્મા સિવાય બીજે કશે જોવા મળે એમ નથી.
અભયદાન તિમ લક્ષણ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શીતલ૦૪
પાઠાંતરે લક્ષણ કરુણા'ના સ્થાને “મલવિક્ષય કરુણા', ‘વિણ કૃતિ'ના સ્થાને વિનુ કૃત’, ‘નાવે રે’ના સ્થાને ‘નાવે રે એવો પાઠફરક છે.
શબ્દાર્થ : અભયદાન એટલે કે જીવોને તેમના જીવિતનું દાન દેવું, પોતા તરફથી નિર્ભય બની રહે અને કોઈથી ભય પામે નહિ એવા નિર્ભયતા ગુણનું દાન આપવું તે કરુણાનું લક્ષણ છે. પોતાના ગુણ અને ભાવમાં વર્તતી તીવ્રતા એ તીક્ષણતા છે.
સંકલ્પ-વિકલ્પ વિના નિર્વિકલ્પભાવે થતી કાર્યાન્વિતતા એ ઉદાસીનતા છે. એમ વિચારતા વિરોધબુદ્ધિ (નાવે) નહિ આવે.
વાદ, વિવાદ, વિખવાદ, મતભેદ ઊભા કરવા, એ સાધનામાં પથરા નાંખવા બરાબર છે.