Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
362
યોગીરાજજી હવે દ્વિતીય ભાંગામાં કર્મવિદારણ તીક્ષણ રે..” પંક્તિથી તીણતા-કઠોરતા વિષે જણાવી રહ્યાં છે.
પ્રભુજીને જણાઇ ગયું છે કે જે ત્રાસદાયક છે અને જેણે મને હણીને અરિહત બનાવ્યો છે, તે તો, મારા આત્મપ્રદેશે ચોટેલા કર્મ છેવળગેલા પુદ્ગલ પરમાણુ છે. એ જડ-નિશ્ચેતન પુદ્ગલોએ જ મને-શુદ્ધ ચેતનને નિશ્ચેતન ચેતન અર્થાત્ મિશ્રચેતન-મિકેનિકલ ચેતન બનાવેલ છે. અનાદિના પુદ્ગલ-પરમાણુ સંયોગે મુજ નિષ્કર્મા, નિષ્કલંકીની આવી કર્મજનિત કલંકિત અવસ્થા છે. પુદ્ગલ જડ, રૂપી, વિનાશી હોવાથી મારી અરૂપી, અવિનાશી ચેતનની અવળી દશા થઈ છે. કારણ કે જડ, પરપુદ્ગલના ગુણધર્મો જ મારા શુદ્ધ ચેતનના ગુણધર્મોથી વિપરીતઉલટા છે. પુદ્ગલ-પરમાણુ જ મારા વિરોધી છે. એ વિરોધી છે તેથી શત્રુ છે-અરિ છે. એ અરિએ મને હણી નાખી નિચ્ચેતન ચેતન-મિશ્રચેતન અરિહત બનાવેલ છે અને મને ચારેય ગતિમાં, ચૌદ રાજલોકમાં ભમાવેલ છે. એ જ મારી અસ્થિરતા, અનિત્યતા, અપૂર્ણતા અને અસુખનું મૂળ કારણ છે. હવે મને હણનાર એ મારા અરિને હણીને, એને ચકનાચૂર કરીને મારે અરિહતમાંથી અરિહન્ત બનવાનું છે. આવા વિરોધી શત્રુ જેવા કર્મોને ચૂરી નાખવાના-ચીરી-ફાડી નાખવાનો જે ભાવ છે તે જ કર્મવિદારણ - કર્મનિવારણ માટેની તીક્ષ્ણતા-કઠોરતા-ક્રૂરતા છે. કર્મ પ્રત્યેની આ ક્રૂરતા છે કારણ કે અંદરમાં ભીતરના શુદ્ધાત્માની કરુણા-દયા છે. સ્વ આત્મચિંતા જ ઉપસર્ગ-પરિષહાદિના કઠોર માર્ગે પ્રયાણ કરાવે છે. તે આત્મચિંતા જ પુદ્ગલપરમાણુ માત્રને આત્મસ્વભાવના વિરોધી મનાવે છે. પછી તે, પુણ્યકર્મના ઉદયથી આવતા શુભ પુદ્ગલ પરમાણુ-શુભ સંયોગ હોય કે પછી પાપકર્મના ઉદયથી આવતા અશુભ પુદ્ગલ પરમાણુ-અશુભ સંયોગ
જ્ઞાનીનું બઘું પ્રવર્તન નિમિત્ત-નૈમિત્તિક ભાવે હોવાથી તે મોક્ષમાર્ગ છે.