Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
347
ના હૃદય નયન નિહાળે જગધણી
બારમા ક્ષીણકષાય-વીતરાગ-છદ્મસ્થ-ગુણઠાણે અને તેરમા સયોગી કેવળી ગુણઠાણે થતી હોય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કેવળજ્ઞાની ભગવંતોએ આવી ચાર પ્રકારની પ્રભુપૂજા કહી છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ પ્રભુપૂજાનો ચોથો પ્રકાર પ્રતિષત્તિપૂજા છે. એ ભાવપૂજાની ઉપરની ભૂમિકા છે. પ્રભુ જેવા પ્રભુ બનીને સ્વયં ભગવાન થવારૂપ ભગવાનની પૂજા એટલે પ્રતિરૂપ થવાની પ્રતિપત્તિ પૂજા. પ્રભુજી વીતરાગ છે. પ્રભુ જેવા વીતરાગ છે તેવા વીતરાગ ઉપશાતમોહ, ક્ષીણમોહ અને સયોગીકેવળી નામના અનુક્રમે ૧૧મા, ૧૨મા અને ૧૩મા ગુણસ્થાનકે થવાય છે. ૧૧મા ગુણઠાણે ઉપશમભાવની વિતરાગતા હોય છે જે અસ્થાયી હોય છે. જ્યારે ૧૨મા અને ૧૩મા ગુણઠાણે ક્ષાયિકભાવની વીતરાગતા હોય છે જે સ્થાયી છે. તેથી, પ્રતિપત્તિપૂજા આ ત્રણ ગુણસ્થાનકે થતી હોય છે. એ ગુણારોહણના ક્રમમાં ઉપશમશ્રેણિની પરાકાષ્ટા ક્ષપકશ્રેણિની પરાકાષ્ટા તથા સયોગી, કેવળી અવસ્થા છે. એ શ્રેણિનું ફળ છે. આ પ્રતિપત્તિપૂજા વિભાવમાંથી સ્વભાવમાં આવવારૂપ અર્થાત્ અવિકારી બનવારૂપ ભગવાનની પૂજા છે. સ્વયં ભગવાન થવા માટે ભગવાનની પૂજા કરવાની હોય છે. માટે જ ભગવાન થઈએ તો કહેવાય કે ભગવાનની સાચી પૂજા કરી.
દ્રવ્યપૂજા અંતર્ગત બે પૂજા ૧) અંગપૂજા અને ૨) અગ્રપૂજા છે. પછી ભાવપૂજા અંતર્ગત ૩) સામાન્ય ભાવપૂજા અને ૪) પ્રતિપત્તિપૂજા છે. ગૃહસ્થ વેષે ચારેય પૂજાની સંભાવના છે. વિશેષ કરીને પ્રથમની ત્રણ પૂજા છે. સર્વવિરતિધર સાધુ સાધ્વી ભગવંતો નિષ્પરિગ્રહી હોય છે અને એમને ભાવપૂજા હોય છે. વર્તમાનકાળે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં સાતમા
જેનો મહિમા તેની યાદના. જેવી યાતના તેવી યાતના અને જેવી યાલના તેવું પરિણમન.