Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
351 હૃદય નયન નિહાળે જગધણી 卐
સાંભળીને, જાણીને, સમજીને જે ભવ્ય આત્મા તે પ્રમાણે વિધિસર ભાવપૂર્વક પ્રભુજીની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરશે; તે ભવિજીવ ઈષત્પ્રાક્ભારા ધરણી જે સિદ્ધશિલા તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં
આવે છે, કે જેની ઉપર એક યોજનના અંતરે પીસ્તાલીસ લાખ યોજન લંબાઈ-પહોળાઈના વિસ્તારમાં પરમાનંદમાં રમમાણ આનંદઘન-સુખકંદ પરમાત્માઓના સમુહનો સાદિ-અનંતકાળ વાસ છે ત્યાં વાસ' પામશે. પ્રભુપૂજાનું આ પરંપરાએ મળતું પરમફળ છે અને તે પરંપરાએ પ્રાપ્ત થતું હોવાથી પરંપરફળ કહેવાય છે. એ પરમફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ પરંપરફળ સુધી પહોંચાડનારા સદ્ગતિ, સૌભાગ્ય, સાધનાને સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સુસંયોગોની પ્રાપ્તિ, સુવિધિ જિન અને સુવિધિજિનની સુવિધિવત્ પૂજાદિની પ્રાપ્તિ આદિ અવાંતરમાં મળનારા અનંતરફળ છે.
પૂજાના સમર્થનમાં એક જ્ઞાની ભક્તયોગીના હૃદયોદ્ગાર છે.... ગગન તણું નહિ જિમ માનમ્ અમાપ ફળ તિમ જિનગુણગાનમ્.’
માટે કહે છે...‘“ભક્તિનું અત્તરવાયણું કરી, ખોટા ઋણનો ઉપવાસ આરાધી; પ્રભુની પ્રીતનું જો કરો પારણું તો મુક્તિધામે થાય બેસણું.”
સવાસો ગાથા અને દોઢસો ગાથાના સ્તવનમાં પૂ. મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પૂજાના સમર્થનમાં ઘણી વાતો કરી છે; તેમાંની કેટલીક પંક્તિઓનું અત્રે અવતરણ કરીએ છીએ.
“જો ઊતરતાં મુનિને નદી, વિધિજોગે નવિ હિંસા વદી; તો વિધિજોગે જિનપૂજના, શિવ કારણ મત ભૂલો જના.’'
જીવને સંસાર પર્યાયષ્ટિથી છે. જીવના સંસારનો અંત દ્રવ્યદૃષ્ટિથી છે. માટે જ જ્ઞાનીનો ભાર શુદ્ધસ્વરૂપ ઉપર છે.