Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
357
- હૃદય નયન નિહાળે જગધણી
કરી શકાતું હોય છે. પરિણામે જિજ્ઞાસુ સાધકને માધ્યસ્થતા, વિશાળતા, વીતરાગતા, સમરૂપતા, સમરસતા, પ્રશાંતતા, શીતળતાની અનુભૂતિ થતી હોય છે. જો તેવી અનુભૂતિ ન થતી હોય અને તેનાથી વિપરીતતાનું જ દર્શન થતું હોય તો ત્યાં ખરેખર સ્યાદ્વાદ નથી. પણ સ્યાદ્વાદના નામે માત્ર વાણી વિલાસ અને વાણીનો વ્યભિચાર છે.
જગતમાં એકથી અધિક અનેક પદાર્થો છે અને પ્રત્યેક પદાર્થના એકથી અધિક ગુણધર્મો છે. એ સઘળા પદાર્થોના સઘળા ગુણધર્મો વિષેનું નય-નિક્ષેપ આધારિત ભિન્ન-ભિન્ન સાપેક્ષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય. એ સઘળા વિજ્ઞાનના સરવાળારૂપ અર્થાત્ સર્વનયનો સમન્વયરૂપ જ્ઞાન પ્રમાણજ્ઞાન કહેવાય છે. જુદા-જુદા પદાર્થોનું જુદું-જુદું જ્ઞાન આત્મવિકાસમાં ઉપયોગી બને એ માટે તેનું હેય, ઉપાદેય, શેયમાં વિભાગીકરણ તે તત્ત્વજ્ઞાન. તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે અને તત્ત્વજ્ઞાનની સમજ સ્યાદ્વાદથી છે, તેથી સ્યાદ્વાદશાનથી મોક્ષ છે, એમ કહેવાય છે.
સ્તવનનું હાર્દ સ્વાદસ્પેવ, મ્યાન્નાયેવ, સ્વાદસ્તિનાયેવ એ ત્રિભંગી હોવાથી આટલી પૂર્વભૂમિકા કરી છે. સ્યાદ્વાદ અંગે વિશેષ જાણકારી માટે જિજ્ઞાસુને પરમપદદાયી આનંદઘન પદરેહ ભાગ-૧માં આપેલ પરિશિષ્ટ-૧ જોઈ જવાની ભલામણ છે.
શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે, કરુણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શીતળ૦૧
પાઠાંતરે તીક્ષણતાના સ્થાને “તીક્ષતા”, “સોહે રે' ના સ્થાને “સોહિ રે' એવો પાઠફેર છે.
શબ્દાર્થ : શીતલ જિનપતિ=શીતલનાથ તીર્થકર ભગવંત.
પર્યાય એ અવસ્થા છે, જે આવે છે અને જાય છે. ' ન ટકે તે પર્યાય જે નાટક છે અને જે ટકે છે તે દ્રવ્ય છે.