Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
355
- હૃદય નયન નિહાળે જગધણી
સિદ્ધશિલા સ્થિત સર્વ સિદ્ધભગવંત. | તીર્થકર નામકર્મના ઉદયથી જેઓશ્રી અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત છે. ચોંટીશ અતિશયોથી મહિમાવંત-પ્રતિભાવંત છે અને પાંત્રીશ ગુણોથી અલંકૃત વાણીથી તીર્થના સ્થાપક છે, તે સશરીરી, સાકાર, પરમાત્મા છે. તેઓશ્રી જિનેશ્વર કે જિનરાજ કેવળી કહેવાય છે. તેઓશ્રી અરિહંતપદે બિરાજમાન અરિહંત, કેવળી ભગવંત છે. જ્યારે જેઓશ્રીને તીર્થકર નામકર્મનો ઉદય નથી અને તીર્થના સ્થાપક નથી તેવા સશરીરી, સાકાર, પરમાત્મા અરિહંત શબ્દને સાર્થક કરનારા સામાન્ય જિન કેવળી ભગવંત છે.
સ્વયં સંસારથી તરેલા, અનેકોને તારનારા એવા તીર્થના સ્થાપક, તારક, તીર્થંકર પરમાત્મા કે જેઓ અઘાતી કર્મોના ઉદયથી એટલે કે દેહધારી, દેહસંસારી છે પણ ઘાતકર્મના ક્ષયથી અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ ને અનંતવીર્યથી યુક્ત અનંત ચતુષ્કના જે સ્વામી છે અને છતાં પાછા વીતરાગી છે. તેઓશ્રીના ક્ષાયિકગુણને આગળ કરીને તથા ઔદયિક ગુણને ગૌણ કરીને અને વીતરાગતાને પ્રધાન કરીને તીર્થંકર પરમાત્માના અનુપમ, અદ્વિતીય, અદ્ભૂત ત્રિભંગાત્મક સ્વરૂપની સ્યાદ્વાદશૈલિથી સમજ આપતી કવિશ્રીની રચના એટલે જ શ્રી શીતલનાથજિન ભગવાનનું આ દશમું સ્તવન.
સાધ્ય, સાધક અને સાધનભાવનું જે અદ્ભૂત કોટિનું ત્રિભંગાત્મક સ્વરૂપ પ્રાણીમાત્રમાં રહેલું છે, તેનું સ્યાદ્વાદશૈલિથી યથાર્થ નિરૂપણ કવિશ્રીએ આ સ્તવનમાં કર્યું છે અને પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેની અભૂત ચાવી બતાવી છે, જે પાઠકને નિઃશંક બનાવી, પ્રશાંતતા અને શીતળતા પ્રદાન કરે છે.
અલંકારને ભાંગ્યાં અને ગાળ્યાં વિના શુદ્ધ સોનું નહિ મળે. નામ રૂપને છોડ્યા વિના અનામી અરૂપી પરમાત્મત્વ-પરમગતિ ન મળે.