Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
356
સ્યાદ્વાદ એ કોઈ સંશયવાદ કે શૂન્યવાદ નથી તેમ ફેરફુદડીવાદ પણ નથી. એ સમ્યગ્વાદ-સંવાદ- સત્યનિરૂપણવાદ છે. એ વિવાદને ટાળીને સંવાદને સાધનાર છે. વસ્તુસ્વરૂપ અનંતધર્માત્મક છે. અનંત ધર્માત્મક વસ્તુસ્વરૂપ અનેકાન્તવાદથી જ સમજી શકાતું હોય છે. એકાંતવાદથી વસ્તુના અન્ય ધર્મોનો અમલાપ થતો હોવાથી વસ્તુસ્વરૂપનો યથાર્થ સમ્યમ્ બોધ શક્ય બનતો નથી.
નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા, દ્રવ્ય-ભાવ, નય-પ્રમાણ, નિમિત્તઉપાદાન, ઉત્સર્ગ-અપવાદ, અસ્તિ-નાસ્તિ; ઉભયધર્મની પરિપૂર્ણ સમજ સ્યાદ્વાદદર્શનથી જ શક્ય બનતી હોય છે. જગત એકાન્ત નિત્ય પણ નથી અને એકાન્ત અનિત્ય પણ નથી. જગતને માત્ર નિત્ય કહેવું કે અનિત્ય કહેવું એ અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય નથી. જગત, પ્રવાહથી નિત્ય છે પણ ઘટના-બનાવથી અનિત્ય છે; તેથી જગતને સાદિ-સાન્તપૂર્વક અનાદિ-અનંત જાણવું અને જણાવવું તે સ્યાદ્વાદશૈલિનું સંપૂર્ણ સત્ય છે. આ જ એકાન્તવાદના મિથ્યાત્વને ટાળનારો, સમ્યક્તને પમાડનારો તથા મુક્તિને અપાવનારો અનેકાન્તવાદ છે.
આત્મા એક છે. આત્માના આત્મપ્રદેશો અસંખ્યાત છે અને આત્માના ગુણ-પર્યાય અનંતા છે. આમ સંખ્યાત, અસંખ્યાત તથા અનંત એ ત્રણેય એક જ આત્મામાં છે; તે જ અનેકાન્ત છે. - વિવક્ષિત વસ્તુતત્ત્વમાં પરસ્પર વિરુદ્ધ જણાતા ગુણધર્મોનો યોગ્ય સમન્વય કરી, દૃષ્ટિમાં ભેદરૂપ જણાતા ગુણધર્મોને ઉચિત સ્થાને ઉચિત અપેક્ષાએ સમજી-સમજાવીને વિરોધને ટાળી દઈ, યથાર્થ બોધ કરવો તે જ અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ છે. હકીકત તો એ છે કે આ સ્યાદ્વાદ દર્શનના માધ્યમથી જ સર્વાગીણ તત્ત્વનિર્ણય કરીને ધર્મકલહનું શમન
ઘર્માત્માને યોગ પકડવા ફાવે છે પણ યોગશુદ્ધિથી યશ્ચિાતી, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગશુદ્ધિ કરવી ફાવતી નથી.