Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી શીતલનાથજી
નરમાશ-કુણા.. વેધકતા-ભેદકતા. અભાવ. સોહે=શોભે
લલિત=લાલાયિત કરનારી મનમોહક. ત્રિભંગી=ત્રણ ત્રણ પ્રકારની. વિવિધ=ભાતીગળ-જુદી જુદી. કરુણા=દયા. કોમળતા–મુલાયમતાતીક્ષણતા=તીખાશ-તીવ્રતા-આકરાપણુ-ધારદારીતાઉદાસીનતા=નિર્લેપતા-નિર્મોહીતા-નિર્મમતા-અસર
358
શ્રી શીતલનાથ જિનેશ્વર તીર્થંકર ભગવંતને લાગુ પડતી તેમજ તેઓશ્રીએ ઉપદેશેલી જુદા-જુદા ભાંગાઓવાળી સુંદર ત્રિભંગી મનને આકર્ષિત કરનારી આશ્ચર્યકારી છે.
કરુણાયુક્ત કોમળતા, તીક્ષણતા અને ઉદાસીનતા એવી પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણવાળી ત્રિભંગીથી યુક્ત દશમા શીતલનાથ પ્રભુજી શોભાયમાન છે.
લક્ષ્યાર્થ-વિવેચન : દશમા શીતલનાથ ભગવંત, જે સામાન્ય કેવળી એવા જિનોના પણ પતિ છે તેવા જિનપતિની લાલાયિત કરનારી સુંદર મનોહર ત્રિભંગી, વિધવિધ પ્રકારોથી મનને મોહિત કરનારી એટલે કે આકર્ષણ જગાવનારી અર્થાત્ નવાઈ પમાડનારી આશ્ચર્યકારી અજાયબ છે.
શીતલ જિનરાજ જે ત્રિભંગીથી શોભાયમાન છે, તે છે; કરુણાસભર કોમળતા, તીક્ષણતા અને ઉદાસીનતા. આ ત્રિભંગીની વિસ્મયકારી અચરજતા તો એ છે કે, શીતલપ્રભુજી કોમળ હોવાની સાથે તીક્ષણ એટલે કઠોર પણ છે. કોમળતા અને કઠોરતા એ બે પરસ્પર વિરુદ્ધ ગુણોનું એક સાથે એક ઠેકાણે હોવું શું શક્ય છે? કમાલ તો એ છે કે કોમળતાકઠોરતા સાથે સાથે પાછી ઉદાસીનતા છે. માન્યામાં ન આવે એવી આ વાત છે. જે કોમળ હોય તે કઠોર કેમ હોઇ શકે? વળી જે કોમળ અને કઠોર હોય તે ઉદાસીન એટલે કે નિર્લેપ કેમ રહી શકે?
(અ) માધ્યસ્થ એવું જ્ઞાંન જ્ઞેયમાં ભળી પર્યાયષ્ટિ થાય છે તો તે જ્ઞેયાનંદી બને છે. (બ) માઘ્યસ્થ એવું જ્ઞાન જ્ઞાતામાં-જ્ઞાનમાં ભળી દ્રવ્યદૃષ્ટિ થાય છે તો તે જ્ઞાનાનંદી બને છે.