Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
350
આદિને પણ પોતામાં શોષી નહિ લેતા સપાટી ઉપરથી સરકાવી દે છે. એ જ રીતે જે જીવ સંસારમાં પેદા થાય છે, સંસારમાં વિકસે છે અને સંસારથી નિર્લેપ થઈ સંસારમાં તરતો રહે છે, એ સંસારમાં-જગતમાં રહે છે પણ સંસાર-જગત એનામાં નથી રહેતા. આવી જે દશા છે તે જ ઉજાગર-જાગૃત દશા છે. અવિકારીતા છે. આ અવિકારી અવસ્થા તે જ “તુરિય ભેદ પડિવત્તીપૂજા' છે.
આવી ચાર પ્રકારની પૂજા, મૂળસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનમાં, કેવળજ્ઞાની ભગવંતોએ પ્રકાશી છે.
ઈમ પૂજા બહુર્ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, “આનંદઘન” પદ ધરણી રે. સુવિધિ૦૮
પાઠાંતરે “સુણીને સ્થાને “સુણીને, ‘લેશેના સ્થાને ‘લહસ્ય કે લહસ્ય' છે. “ભવિક'ના સ્થાને “ભાવિક' એવો પાઠફેર છે.
શબ્દાર્થ ઃ આમ ઉપરોક્ત પૂજાના બહુવિધ પ્રકારોને સાંભળીને તે સુખદાયક પૂજા કરવાની શુભ કરણી જે ભવિક એટલે ભવ્યાત્માભવિજીવ કરશે, તે “આનંદઘન” એટલે કે પરમપદે બિરાજમાન પરમાત્માઓનો સમુહ જ્યાં છે તેવી ધરણી સિદ્ધશિલા-ઈષપ્રાન્મારા ઉપર સ્થાન પામશે. અર્થાત્ લોકાગ્ર શિખરે આરૂઢ થશે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ આ પ્રકારની પ્રભુજીની પૂજાની વિધિના જુદા જુદા ભેદ સાંભળવા, સમજવા અને જાણવા તે પણ શાતા સુખને આપનાર જિન માહાભ્ય શ્રવણરૂપ શુભકરણી જ છે.
જિનસ્વરૂપ, જિનમાહાભ્ય, જિનપૂજામહિમા, જિનપૂજાવિધિ
દેહાધ્યાસ છે ત્યાં સુધી કર્તાપણું છે અને કર્તાપણું છે ત્યાં સુધી સંસાર છે.